New Delhi તા.27
અહીંના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે આજે સવારે અફડાતફડીનો માહોલ છવાઈ ગયો હતો. જયારે બોમ્બની ધમકીનો ઈ-મેલ આવ્યો હતો. આ ધમકી બાદ પુરા એરપોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દેવામાં આવી હતી.
જાણવા મળતી વિગત મુજબ ધમકીભર્યા ઈ-મેલ સવારે લગભગ 6-10 વાગ્યે આવ્યો હતો. જેને ઢીડ્ઢફક્ષ ડશ નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ઈ-મેલમાં ગંભીર દાવો કરવામાં આવ્યો હતો કે એરપોર્ટના બન્ને ટર્મિનલોમાં યાત્રીઓની હેન્ડબેગમાં આરડીએકસ આધારિત 11 ઈમ્પ્રોવાઈઝડ એકસપ્લોઝીવ ડિવાઈસ (આઈડીડી) છુપાવવામાં આવ્યા છે.
આટલું જ નહીં, ઈ-મેલમાં એવી પણ સૂચના આપવામાં આવી હતી કે વીવીઆઈપી યાત્રીઓને તરત જ સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવે, જેથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ હતી. આ સૂચના બાદ એરપોર્ટ પ્રશાસને અને સુરક્ષા દળોએ મોડુ કર્યા વિના પુરા ક્ષેત્રની તપાસ શરૂ કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટર્મિનલ ક્ષેત્રોની સઘન તલાશી લીધી હતી. સાયબર સેલે પણ ઈ-મેલનો સ્ત્રોત અને મોકલનારની તલાશ હાથ ધરી છે.

