Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે
    અમદાવાદ

    રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026Updated:July 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૪

    ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેર ભક્તિના રંગે રંગાવા અને પ્રભુના સ્વાગત માટે સજ્જ બન્યું છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર રૂટનું ગ્રાન્ડ રિહર્સલ અને નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે રથયાત્રાને વિઘ્નરહિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે ૩૦ હજારથી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેક્નોલોજી, ડ્રોન અને ૧૦૦૦ જેટલા બોડી-વોર્ન કેમેરા જેવા સ્માર્ટ પોલીસિંગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે.

    અમદાવાદમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે આ વર્ષે એવી વ્યવસ્થા ગોઠવી છે કે વધુમાં વધુ શહેરીજનો ભગવાન જગન્નાથના દર્શન સરળતાથી કરી શકે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વખતે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થાને પણ કેન્દ્રમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રથયાત્રાનો કાફલો અંદાજે ૩ કિલોમીટર લાંબો રહેશે, જેમાં ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક ઝાંખીઓ જોડાશે. રથયાત્રા ૧૬ જુલાઈએ સવારે ૭ વાગ્યે જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરશે. બપોરે સરસપુર ખાતે ભગવાનનો પરંપરાગત વિસામો રહેશે અને સાંજે અંદાજે ૮ વાગ્યે રથયાત્રા ફરી નિજ મંદિર પરત ફરશે.

    સુરક્ષા વ્યવસ્થા અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર રૂટ પર ૩૦ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ, ૧૫ એસઆરપીએફ કંપનીઓ અને ૯ પેરામિલિટરી ફોર્સની ટુકડીઓ તૈનાત રહેશે. બંદોબસ્ત સ્ટેટિક અને મૂવિંગ – બંને પ્રકારનો રહેશે. રૂટ પર વિવિધ સ્થળોએ ચેકિંગ પોઈન્ટ, બેરિકેડિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ પોલીસે રથયાત્રા પૂર્વે અસામાજિક તત્વો સામે સફળ કોમ્બિંગ ઓપરેશન ચલાવી અનેક શંકાસ્પદ તત્વોને કાયદાના ભોગે ચડાવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ વર્ષે પ્રથમ વખત સ્માર્ટ પોલીસિંગને વધુ મજબૂત બનાવવા માટે છૈં ટેક્નોલોજી, ડ્રોન સર્વેલન્સ, ૧૦૦૦ બોડી-વોર્ન કેમેરા, તેમજ પિકપોકેટર અને વોન્ટેડ આરોપીઓને ઓળખી શકાય તેવા સ્પેશિયલ છૈં કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

    ગજરાજોની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ હાથીઓ પર ક્રિપ્ટોમીટર અને ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ શહેરજનોને અપીલ કરી હતી કે ગજરાજો પસાર થાય ત્યાં સુધી ડીજે કે ઊંચા અવાજનું સંગીત ન વગાડે, જેથી ગજરાજને કોઈ તકલીફ ન પડે.

    સોશિયલ મીડિયા પર પણ પોલીસની સતત નજર રહેશે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૬ જુલાઈની વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે, જ્યારે પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથની પવિત્ર ’પહિંદ વિધિ’ કરશે.

    અંતમાં તેમણે અમદાવાદના નાગરિકોને અપીલ કરી કે રથયાત્રા દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રને સહયોગ આપે, ભયજનક અથવા જર્જરિત ઇમારતો નજીક ઊભા ન રહે અને શાંતિ, સૌહાર્દ તથા ભક્તિભાવ સાથે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રામાં જોડાઈ આસ્થાના આ મહાપર્વને સફળ બનાવે. તેમણે ગુજરાત પોલીસ અને સમગ્ર વહીવટી તંત્ર તરફથી તમામ શહેરીજનોને રથયાત્રાની શુભેચ્છાઓ પણ પાઠવી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHormuz સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે
    Next Article Mehsana: અંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઇને ખેડૂતો ખુશખુશાલ, લોકોએ ’કાકા’ને ભગવાનનો દરજ્જો આપ્યો!
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: થાઈલેન્ડ ટૂર પેકેજના નામે ફાઈનાન્સ એડવાઈઝર સાથે ૧૨ લાખની છેતરપિંડી

    October 15, 2026
    ગુજરાત

    હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન

    October 14, 2026
    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો: Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,610
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 11:29
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી,કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.