Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૧

    ગુજરાતમાં ચોમાસાએ હાલ થોડો વિરામ લીધો છે, પરંતુ અત્યાર સુધીના વરસાદે રાજ્યના જળાશયોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૨૪.૬૩ ટકા નોંધાયો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૬૫.૮૧ ટકા ભરાઈ ગયો છે. બીજી તરફ, રાજ્યના ૧૦ ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને ખેડૂતો દ્વારા ખરીફ પાકનું ૨૧.૭૪ ટકા વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની કોઈ આગાહી ન હોવાનું જણાવ્યું છે.

    ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાએ વિરામ લીધો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન માત્ર નર્મદાના ગરૂડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં ૧ મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણ લગભગ કોરું રહ્યું હતું. વરસાદમાં વિરામને કારણે દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. ભાવનગરમાં સૌથી વધુ ૩૭.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

    હાલ સુધી રાજ્યમાં કુલ ૨૨૩.૮૮ મિમી એટલે કે ૮.૮૧ ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના ૨૪.૬૩ ટકા જેટલો થાય છે. પ્રદેશવાર જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૩૪.૯૨ મિમી (૩૪.૬૯ ટકા) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ૨૭.૬૧ ટકા વરસાદ થયો છે, જ્યારે કચ્છમાં માત્ર ૧.૯૨ ટકા વરસાદ નોંધાયો છે.

    ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગમાં સક્રિય લો-પ્રેશર વિસ્તાર આગામી ૨૪ કલાકમાં નબળો પડશે. ગુજરાત પર હાલ પશ્ચિમી પવનોની અસર જોવા મળી રહી છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં કોઈ ભારે વરસાદ અથવા વાવાઝોડાની શક્યતા નથી.

    જો કે, ૧૧ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદની ગતિ વધુ ધીમી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા) ડેમમાં હાલમાં ૨,૧૯,૮૪૨ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૬૫.૮૧ ટકા જેટલો છે. ડેમમાં હાલ ૧૧,૮૪૧ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં સરેરાશ ૪૧.૧૨ ટકા પાણીનો સંગ્રહ છે. જેમાં ૬ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, જ્યારે ૧૮ ડેમ ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયેલા છે. પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને રાજ્યના ૧૦ ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઉપરાંત ૪ ડેમ એલર્ટ અને ૧૦ ડેમ વોર્નિંગ કેટેગરીમાં છે. વહીવટી તંત્ર દ્વારા તમામ જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    રાજ્યમાં ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધી કુલ ૧૮,૫૪,૫૬૪ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય વિસ્તારના ૨૧.૭૪ ટકા જેટલું છે. રોકડિયા પાકોમાં કપાસનું વાવેતર સૌથી વધુ નોંધાયું છે. રાજ્યમાં અત્યાર સુધી ૯,૩૧,૯૨૬ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વિસ્તારના ૩૯.૧ ટકા જેટલું છે. જ્યારે મગફળીનું ૬,૨૮,૮૮૮ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૩૨.૮૩ ટકા વાવેતર પૂર્ણ થયું છે.

    આ ઉપરાંત સોયાબીનનું ૩૫,૨૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. શાકભાજીનું ૫૭,૬૯૫ હેક્ટર અને પશુઓના ઘાસચારા માટે ૧,૦૫,૭૫૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. કૃષિ વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને આધારે વાવેતરમાં વધુ વધારો થવાની શક્યતા છે.

    ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે અત્યાર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૮,૩૨૪ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ૩,૭૧૧ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ બાદ પંચાયત હસ્તકના ૪૮ રસ્તાઓ અને એક રાજ્ય ધોરીમાર્ગ સહિત કુલ ૫૪ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જોકે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ એસટી બસ સેવાઓ હાલ નિયમિત રીતે ચાલુ હોવાનું તંત્રએ જણાવ્યું છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026
    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.