Mumbai,તા.15
લદાખના પર્યાવરણ અને સ્થાનિક લોકોના અધિકારો માટે ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં હવે બોલિવૂડની વધુ એક દિગ્ગજ હસ્તી મેદાને આવી છે. ‘3 ઈડિયટ્સ’ ફેમ ઓમી વૈદ્ય બાદ હવે હિન્દી સિનેમાની પીઢ અને આઇકોનિક અભિનેત્રી ઝીનત અમાને પણ સોનમ વાંગચુકની લડતને પોતાનો સપોર્ટ આપ્યો છે. ઝીનત અમાને દેશના વર્તમાન ગંભીર માહોલ વચ્ચે કેન્દ્ર સરકારને આ મામલે મધ્યસ્થી કરવા અને વાતચીત શરૂ કરવા માટે વિનંતી કરી છે.
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને ઝીનત અમાને જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક જે રીતે દેશના નાજુક પર્યાવરણ અને ભવિષ્ય માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના લડી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે. એક્ટ્રેસે કેન્દ્ર સરકારને અપીલ કરતાં લખ્યું કે,તમને જણાવી દઈએ કે, સોનમ વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો આપવા, ત્યાંની સ્થાનિક સંસ્કૃતિના રક્ષણ અને હિમાલયના ગ્લેશિયર્સને અનિયંત્રિત ઔદ્યોગિક વિકાસથી બચાવવા માટે અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર ઉતરેલા છે. દિલ્હીમાં તેમની લડત ચાલી રહી છે અને દિવસો વીતવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતાં તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે, જેને લઈને દેશભરમાં ચિંતાનો માહોલ છે.ઝીનત અમાન બોલિવૂડની એ સીનિયર અભિનેત્રીઓમાંથી એક છે જેઓ સામાજિક મુદ્દાઓ પર હંમેશાં ખૂબ જ પરિપક્વતા અને નીડરતાથી પોતાના વિચારો રજૂ કરે છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ચાહકો તેમની આ પોસ્ટને સપોર્ટ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે ઝીનત અમાન જેવી વરિષ્ઠ અભિનેત્રીની આ નમ્ર અપીલ બાદ કદાચ સરકાર અને પ્રશાસન લદાખના આ ગંભીર મુદ્દા પર વહેલી તકે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.

