Mumbai,તા.17
રણબીર કપૂરને દીકરી રાહા થકી કન્જક્ટિવાઇટિસનો ચેપ લાગ્યો છે. તેને પગલે તે આગામી તા. ૧૮મીએ દિલ્હીમાં યોજાનારાં ‘રામાયણ’નાં ટ્રેલર લોન્ચ વખતે કાળાં ચશ્મા પહેરીને હાજર રહેશે કે કેમ તેવી અટકળો થઈ રહી છે.
બન્યું છે એવું કે પુત્રી રાહાને રમાડવામાં વ્યસ્ત રણબીર કપૂરને પુત્રી રાહાનો કન્જક્ટિવાઇટિસનો ચેપ લાગ્યો છે. કન્જક્ટિવાઇટીસ એ આંખનો ચેપ છે જે નજીકના સંપર્કથી ફેલાય છે. ભારતમંડપમમાં યોજાનારા સત્તાવાર ટ્રેલર લોન્ચમાં નિર્દેશક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા અને ફિલ્મના મુખ્ય કળાકારો હાજર રહેવાના છે. એ પછી ૨૩ જુલાઇએ અમેરિકાના વિખ્યાત સાન ડિએગો કોમિક કોન ઇવેન્ટમાં ફિલ્મ ‘રામાયણ’નો વિશેષ શોકેસ રજૂ કરવામાં આવશે.

