New Delhi તા.18
નીટ લીકેજ મુદે 20 દિવસના ઉપવાસ બાદ લદાખના એકટીવીસ્ટ સોનમ વાંગચૂકને બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ હવે આ આંદોલનના પ્રણેતા અભિજીત દીપકે જંતર મંતર ખાતે ઉપવાસ શરુ કરી દીધા છે.
પોલીસે આ વિસ્તાર ખાલી કરાવ્યા બાદ ફરી એક વખત ત્યાં આંદોલનના ટેકેદારો ઉમટવા લાગતા નવો તનાવ શરુ થયો છે. અભિજીત દીપકે જણાવ્યું કે જંતર મંતર ખાતે તેઓ વાંગચૂકના ઉપવાસ શરુ કરતા અને સોમવારે સંસદભવન ખાતે કૂચનો કાર્યક્રમ પણ યથાવત છે.
તેમણે જણાવ્યું કે અત્યાર સુધી અમે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા હતા. હવે આ ધૃણીત કૃત્ય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી કરશું.
બીજી તરફ આજે સવારે પોલીસની કાર્યવાહીમાં જે રીતે આંદોલનકારીઓને ઘસડીને લઈ જવાયા તેની તસ્વીર પણ વાઈરલ થઈ છે અને દિલ્હી પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું પણ આક્ષેપ કરાયો છે. જો કે પોલીસે દાવો કર્યો કે તેણે અત્યંત સંયમ પુર્વક કામ લીધુ છે અને હવે આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા પણ સંકેત છે.

