New Delhi, તા.18
ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ ‘વિક્રમ-1’ લોન્ચ થઇ ગયું છે ત્યારે વડાપ્રધાન મોદીએ ફોન પર સ્કાયરૂટ કંપનીના સીઇઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે રોકેટમાં તેમણે ‘વંદે માતરમ’ મેસેજ પોસ્ટકાર્ડમાં લખીને કેમ મોકલ્યો હતો.
પીએમ મોદીએ સ્કાયરૂટના ફાઉન્ડર પવનકુમાર ચંદનાને ફોન કરી અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન પવન કુમારે પીએમ મોદીને પૂછ્યું હતું કે તેમણે વંદે માતરમનો જ મેસેજ કેમ મોકલ્યો હતો, જેના જવાબમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આનું ખાસ કારણ છે કે આ વખતે આપણો દેશ વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે.
આ સ્થિતિમાં મે આ બાબતને ધ્યાનમાં રાખીને વંદે માતરમનો મેસેજ મોકલ્યો હતો. આ ઉપરાંત વંદે માતરમે દેશના નવજવાનોને દેશ માટે જીવવા-મરવાની પ્રેરણા આપી હતી. આજનું ભારત વંદે માતરમના માધ્યમથી જ આગળ વધી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મેં વંદે માતરમનો મેસેજ મોકલ્યો હતો.
પીએમે જણાવ્યું હતું કે જ્યારે હું આત્મ નિર્ભર ભારતની વાત કરતો હતો ત્યારે મજાક પણ થતી હતી પણ હવે ભારત દરેક મામલામાં આત્મ નિર્ભર બની રહ્યું છે. અંતરિક્ષની દુનિયામાં વિક્રમ-1ના લોન્ચીંગ સાથે જ ભારત અહીં પણ આત્મ નિર્ભર બની ગયું છે.

