Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: કલરયુક્ત દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિકોમાં રોષ

    July 25, 2026

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: કલરયુક્ત દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિકોમાં રોષ
    • GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ
    • India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી
    • PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો
    • આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi
    • Kokrach Janata Party એ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત
    • Mangrolના દેરવાવ રહેણાંક વિસ્તારમાં દીપડાએ બે બકરાનુ કર્યું મારણ
    • Manavadar નગરપાલિકાના પૂર્વ સેક્રેટરી અને સાહિત્યકાર સ્વ. વિનોદ એન. જોષીની ૨૮મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી
    ખેલ જગત

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Harare, તા.૨૫

    ભારતે બીજી T૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી છે. શ્રેયસ ઐયરના કેપ્ટન તરીકેના કાર્યકાળની શરૂઆત ખરાબ રહી હોવા છતાં, ટીમ ઈન્ડિયા હવે તેમના નેતૃત્વમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. હરારેમાં રમાયેલી બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૧૯ રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે ૧૨૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારતની ૯૦ રને જીત થઈ હતી. ભારતે હવે ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે, ત્રીજી મેચ ૨૬ જુલાઈ, રવિવારના રોજ રમાશે.

    સ્ટાર વિકેટકીપર-બેટર ઈશાન કિશને ઝિમ્બાબ્વે સામેની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીના આઉટ થયા પછી, તેણે જવાબદારી સંભાળી અને રનનો વરસાદ કર્યો. કિશને ૪૪ બોલમાં ૮૧ રનની ધમાકેદાર ઇનિંગ રમી. તિલક પણ ૨૯ બોલમાં ૬૦ રન બનાવીને ટીમ ઈન્ડિયાનો કુલ સ્કોર ૨૧૯ સુધી પહોંચાડ્યો.  ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય બોલર્સે શાનદાર શરૂઆત કરતા ટોપ ઓર્ડરને બિલકુલ ટકીને બેટિંગ કરવાની દીધી નહીં.

    પાવરપ્લેમાં જ યજમાન ટીમે પોતાના ત્રણ મુખ્ય બેટરની વિકેટ ગુમાવી દીધી હતી. ઝિમ્બાબ્વેની અડધી ટીમ ૬૫ રનમાં આઉટ થઈ ગઈ હતી. પોતાની ડેબ્યૂ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં રમી રહેલા યુવા ફાસ્ટ બોલર યશ ઠાકુરે ભારતને પહેલી સફળતા અપાવી હતી.

    ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી ્‌૨૦ મેચમાં ભારતીય બેટરોએ તોફાની રમત દાખવીને નિર્ધારિત ઓવરોમાં ૨૨૦ રનનો વિશાળ ટાર્ગેટ ખડકી દીધો હતો. ભારતીય યુવા અને અનુભવી બેટિંગ લાઇન-અપે વિરોધી ટીમ બોલરો પર આક્રમક પ્રહાર કરીને મેચમાં સંપૂર્ણ પકડ મજબૂત બનાવી લીધી હતી.

    અગાઉ ભારતીય ઇનિંગ્સમાં વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન અને તિલક વર્માની ત્રિપુટીએ પોતાની ધમાકેદાર રમતથી ગ્રાઉન્ડ પર રમઝટ બોલાવી દીધી હતી. યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર ૯ બોલમાં વિસ્ફોટક શૉટ્‌સ ફટકારીને ટીમને તાબડતોબ શરૂઆત અપાવી હતી. ત્યારબાદ ઈશાન કિશને મેદાનના ચારેય તરફ ચોગ્ગા-છગ્ગા ફટકારીને ઝિમ્બાબ્વેના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું. ઇનિંગ્સના અંતમાં તિલક વર્માએ પણ પોતાની ધારદાર બેટિંગથી અણનમ અડધી સદી ફટકારીને ભારતીય ટીમનો સ્કોર ૨૨૦ રન સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો.

    ભારતીય બેટિંગમાં વૈભવ સૂર્યવંશીએ ૯ બોલમાં ૩ ફોર અને ૧ સિક્સ સાથે ૨૦ રન બનાવ્યા હતા. ઓપનર અભિષેક શર્માએ ૮ બોલમાં ૨ ફોર સાથે ૮ રન કર્યા હતા. ઈશાન કિશને સૌથી વધુ યોગદાન આપતાં ૪૪ બોલમાં ૯ ફોર અને ૨ સિક્સની મદદથી શાનદાર ૮૧ રન ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે ૨૦ બોલમાં ૪ ફોર સાથે ૨૫ રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. તિલક વર્માએ અણનમ રહીને ૨૯ બોલમાં ૫ ફોર અને ૩ સિક્સ સાથે વિસ્ફોટક ૬૦ રન બનાવ્યા હતા. આ ઉપરાંત રિન્કુ સિંહે ૮ બોલમાં ૧ સિક્સ સાથે ૧૨ રન કર્યા હતા અને શિવમ દુબેએ અણનમ રહીને ૩ બોલમાં ૧ ફોર સાથે ૬ રન જોડ્યા હતા.

    Harare INDIA T20
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો
    Next Article GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026
    રાષ્ટ્રીય

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026
    રાષ્ટ્રીય

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026
    રાષ્ટ્રીય

    Kokrach Janata Party એ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

    July 25, 2026
    અન્ય રાજ્યો

    Bihar ના અનેક શહેરોમાં અશાંતિ વધી, પોલીસ વાહનને આગ ચાંપી; Tej Pratap Yadav ની અટકાયત

    July 25, 2026
    અન્ય રાજ્યો

    કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી, જેમણે વિદ્યાર્થીઓનું શોષણ કર્યું હતું,CM Yogi Adityanath

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-07-2026 21:10
    Categories
    Latest News

    Surat: કલરયુક્ત દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિકોમાં રોષ

    July 25, 2026

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026

    Kokrach Janata Party એ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

    July 25, 2026

    Mangrolના દેરવાવ રહેણાંક વિસ્તારમાં દીપડાએ બે બકરાનુ કર્યું મારણ

    July 25, 2026
    Search
    Main News

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026

    Kokrach Janata Party એ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: કલરયુક્ત દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિકોમાં રોષ

    July 25, 2026

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.