New Delhi, તા.27
દેશમાં નોન-લાઇન ઇન્સ્યોરન્સ કંપનીઓ વાહનોના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રીમીયમ વધારવા માગે છે તેના માટે વીમા કંપનીઓ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડા પાસેથી માંગ કરી રી છે.
જો આમ થાય તો 2022થી 4 વર્ષ બાદ આ પહેલી ઘટના બનશેકે થર્ડ પાર્ટી વીમો મોંઘો થશે. સતત વધતા અન્ડરરાઇટીંગ નુકશાન અને ક્લેમના ખર્ચમાં ભારે વધારાને લઇને કંપનીઓ પ્રીમિયમ વધારવાની માંગ કરી રહી છે.
મોટર ઇન્સ્યોરન્સ સેગ્મેન્ટની સાઇઝ 1 લાખ કરોડથી વધુ રહી છે. ઉલ્લેખનીય છે કે મોટર ઇન્સ્યોરન્સમાં અન્ડર રાઇટીંગ બોસ ત્યારે થાય છે જ્યારે કોઇ વીમા કંપની, વાહન માલિકો પાસેથી મળતા પ્રિમીયમની તુલનામાં ક્લેમમાં વધુ રકમનું પેમેન્ટ કરે છે.
રિપોર્ટ અુનાસર આ સેગમેન્ટમાં થઇ રહેલા નુકસાન ઉપરાંત સુપ્રિમ કોર્ટના હાલના ફેસલાએ પણ વીમા કંપનીઓની ચિંતા વધારી દીધી છે જેમાં આદેશ આપવામાં આવ્યો છે કે ક્લેમને કેલ્ક્યુલેશનમાં હોમમેકર્સ એટલે કે ઘરેલું મહિલાઓના કામની આર્થિક વેલ્યુ 30 હજાર રુપિયા મહિનાનો પણ સામેલ કરવામાં આવે, આથી ક્લેમ પેમેન્ટની કોસ્ટ વધી છે.
દેશમાં છેલ્લીવાર થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ પ્રીમીયમમાં 1 જુન 2022ના વધારો થયો હતો. સુપ્રિમ કોર્ટે 11 જુન 2026ના પોતાના આપેલા ફેંસલા વળતર નકકી કરવા સામે ગૃહિણીના વેતન વિના થતા ઘરેલું કામની આર્થિક વેલ્યુને માન્યતા આપી છે. જે મુજબ 30 હજાર રુપિયાની માસિક આવકના આધાર પર લોસ ઓફ ડોમેસ્ટિક કેર મુજબ વળતરની જોગવાઇ કરવામાં આવી છે જે મોંઘવારીની સાથે સમય પર વધશે… પ્રાથમિક આકલન મુજબ આ નિર્ણયથી ઉદ્યોગનો મોટર વ્હીકલ રેશિયો 12 થી 15 ટકા વધવાની આશા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓનું કહેવું છે કે પ્રિમીયમની પર્યાપ્તતા બહાલ કરવા માટે આ ભાવ વધારવા જરૂરી છે.

