Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujaratની તમામ કોર્ટોમાં A4 સાઈઝ પેપર,ફોર્મેટિંગ નિયમો 1લી ઓગષ્ટથી ફરજિયાત લાગુ પડી શકે

    July 27, 2026

    cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujaratની તમામ કોર્ટોમાં A4 સાઈઝ પેપર,ફોર્મેટિંગ નિયમો 1લી ઓગષ્ટથી ફરજિયાત લાગુ પડી શકે
    • cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે
    • E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે
    • August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ
    • CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ
    • Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ
    • BJP-NDA ના સભ્યોએ ધર્મેન્દ્ર પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ
    • શાંતિપૂર્ણ પ્રદર્શન નાગરિકનો અધિકાર : લાઠીચાર્જ યોગ્ય નહી : Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujaratની તમામ કોર્ટોમાં A4 સાઈઝ પેપર,ફોર્મેટિંગ નિયમો 1લી ઓગષ્ટથી ફરજિયાત લાગુ પડી શકે
    ગુજરાત

    Gujaratની તમામ કોર્ટોમાં A4 સાઈઝ પેપર,ફોર્મેટિંગ નિયમો 1લી ઓગષ્ટથી ફરજિયાત લાગુ પડી શકે

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.27
    ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ કોર્ટોમાં રજૂ થતા અરજીઓ, પિટિશન, સોગંદનામા અને અન્ય ન્યાયિક દસ્તાવેજોના ફોર્મેટિંગ અને પેપર અંગેનો સુધારેલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

    આ પરિપત્ર મુજબ નવા નિયમોનો 1 ઓગસ્ટ, 2026થી ફરજિયાત અમલ શરૂ થઈ શકે છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ તારીખ બાદ કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. પરિણામે રાજ્યભરના વકીલો, કાનૂની વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ તેમજ કારકુનોએ પોતાની ઓફિસોમાં પ્રિન્ટિંગ અને ડ્રાફિ્ંટગની પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવા પડશે.

    પરિપત્ર મુજબ કોર્ટમાં રજૂ થતા તમામ અરજીઓ, પિટિશન, સોગંદનામા તથા અન્ય દસ્તાવેજો હવે માત્ર એ-ફોર સાઇઝના પેપર પર જ રજૂ કરી શકાશે. સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખીને તમામ દસ્તાવેજો કાગળની બંને બાજુ પ્રિન્ટ કરવાના રહેશે. કાગળની ગુણવત્તા પણ નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા 75 જીએસએમ પેપરનો ઉપયોગ ફરજિયાત રહેશે.

    દસ્તાવેજોના ફોન્ટ અને ફોર્મેટિંગ માટે પણ ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગુજરાતી ભાષાના દસ્તાવેજો માટે લોહીત ગુજરાતી, નોટો સન્સ ગુજરાતી અથવા નોટો શેરીફ ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરવાનો રહેશે અને ફોન્ટ સાઇઝ 13 રાખવાની રહેશે. જ્યારે અંગ્રેજી દસ્તાવેજો માટે ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટ તથા 14 સાઇઝ ફરજિયાત રહેશે. તમામ દસ્તાવેજોમાં 1.5 લાઇન સ્પેસિંગ રાખવું પડશે, જ્યારે ક્વોટેશન અથવા ઇન્ડેન્ટેડ લખાણ માટે 12 સાઇઝનો ફોન્ટ અને સિંગલ લાઇન સ્પેસિંગ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

    માર્જિન અંગે પણ એકરૂપતા લાવવા માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. દસ્તાવેજની ડાબી અને જમણી બાજુ 4 સેન્ટીમીટર, જ્યારે ઉપર અને નીચે 2 સેન્ટીમીટર માર્જિન રાખવું ફરજિયાત રહેશે. આ નિયમોના અમલથી કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજોમાં એકરૂપતા આવશે તેમજ ડિજિટલ સ્કેનિંગ, રેકોર્ડ જાળવણી અને ન્યાયિક પ્રક્રિયામાં વધુ સુવિધા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    જો કે, હાઈકોર્ટના પરિપત્રમાં કેટલાક દસ્તાવેજોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાં પોલીસ પેપર્સ, ચાર્જશીટ, એફએસએલ રિપોર્ટ, સરકારી અથવા અન્ય સંસ્થાઓના રિપોર્ટ, વકાલતનામું, મૂળ પુરાવાના દસ્તાવેજો, નકશા (મેપ્સ /પ્લાન્સ) તેમજ પરિપત્રમાં દર્શાવાયેલા અન્ય અપવાદરૂપ દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આવા દસ્તાવેજો માટે અગાઉની જ પદ્ધતિ યથાવત રહેશે.

    હાઈકોર્ટના આ નિર્ણયને પગલે રાજ્યભરના વકીલોમાં નવી કામગીરીને લઈને તૈયારી શરૂ થઈ છે. કોર્ટમાં દસ્તાવેજો અસ્વીકાર ન થાય તે માટે વકીલો, ટાઇપિસ્ટ, ડ્રાફિ્ંટગ ક્લાર્ક અને ઝેરોક્સ-પ્રિનિ્ંટગ સેન્ટરોને પણ નવી માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની રહેશે. કાનૂની ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને 1 ઓગસ્ટ પહેલાં પોતાની ઓફિસોમાં જરૂરી સોફ્ટવેર, ફોન્ટ, પ્રિન્ટિંગ સેટિંગ્સ અને પેપરની વ્યવસ્થા સુસંગત બનાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

    હાઈકોર્ટના આ સુધારેલ પરિપત્રનો મુખ્ય હેતુ કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજોમાં એકરૂપતા લાવવાનો, કાગળનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો અને ન્યાયિક પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત તથા આધુનિક બનાવવાનો હોવાનું માનવામાં આવે છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articlecars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Gujarat ના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે

    July 27, 2026
    અમદાવાદ

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીત, અમિત ચાવડા

    July 25, 2026
    ગુજરાત

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026
    ગુજરાત

    Navsari: પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026
    ગુજરાત

    Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર

    July 25, 2026
    ગુજરાત

    સલમાન સામે NIAની કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,120
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,950
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,830
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 15:47
    Categories
    Latest News

    cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026

    BJP-NDA ના સભ્યોએ ધર્મેન્દ્ર પ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ

    July 27, 2026
    Search
    Main News

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026

    શાંતિપૂર્ણ પ્રદર્શન નાગરિકનો અધિકાર : લાઠીચાર્જ યોગ્ય નહી : Supreme Court

    July 27, 2026

    PM માફી માંગે : વિપક્ષો જંતર – મંતર અત્યાચારનો મુદો સંસદમાં ઉઠાવશે

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.