Mumbai,તા.29
મુંબઈનાં બાન્દ્રામાં મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલ એક કેફેમાં સાથે દેખાયાં હતાં. કેફેમાંથી પહેલાં મૃણાલ બહાર આવી હતી. થોડીવારમાં યશસ્વી પણ તેની પાછળ પાછળ આવ્યો હતો. બંને વચ્ચે ડેટિંગ ચાલે છે કે શું તેવી ચર્ચા શરુ થઈ છે. જોકે, બંનેએ આજે મોડે સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી ન હતી. મૃણાલ ૩૩ વર્ષની છે જ્યારે ક્રિકેટર યશસ્વી જયસ્વાલ ૨૪ વર્ષનો છે. એક નેટીઝને મજાક કરી હતી કે તેમની વચ્ચેના વય તફાવતને જોતાં તો યશસ્વી મૃણાલનો દત્તક પુત્ર હોય તેવું લાગે છે. બીજી તરફ એક દાવા અનુસાર બંને એક એડનાં શૂટિંગ માટે સાથે મળ્યાં હતાં. ગયા વર્ષે મૃણાલના ધનુષ સાથેના અફેર્સની વાતો ચગી હતી.
પણ ધનુષ અને મૃણાલ બંનેએ બાદમાં આ અટકળો ખોટી હોવાનું જણાવ્યું હતું.

