નીતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘રામાયણઃ રાઈઝ ઓફ અ લેજન્ડ’ પણ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રીની તૈયારી
Mumbai, તા.૨૮
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અભિનીત અત્યંત અપેક્ષિત અને પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ ‘Ramayana ભાગ ૧’ ના આગમનને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના પ્રચંડ ક્રેઝ અને દિવાળીના સમયગાળાને ધ્યાનમાં રાખીને સિનેમાઘરોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પરિસ્થિતિ એવી સર્જાી છે કે હોલીવુડ તથા જાપાનીઝ સિનેમાની જાણીતી ળેન્ચાઇઝી ‘ગોડઝિલા’ફિલ્મના નિર્માતાઓએ પણ ભારતમાં પોતાની ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
૬ નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થનારી જાપાનીઝ ફિલ્મ ‘ગોડઝિલાઃ માઈનસ ઝીરો’ ને ભારતમાં તેની રિલીઝ મુલતવી રાખવી પડી છે. અહેવાલો મુજબ, આ ફિલ્મ ખાસ કરીને પ્રીમિયમ ૈંસ્છઠ થિયેટરો અને સ્ક્રીનો માટે તૈયાર કરવામાં આવી છે. જો કે, તે જ સમયે નીતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘રામાયણઃ રાઈઝ ઓફ અ લેજન્ડ’ પણ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. ‘રામાયણ’ના ભારે ક્રેઝના કારણે ભારતભરની મોટાભાગની પ્રીમિયમ ૈંસ્છઠ સ્ક્રીનો પર આ પૌરાણિક ફિલ્મે કબજો જમાવી લીધો છે. પરિણામે, ‘ગોડઝિલા’ના નિર્માતાઓને પૂરતી સંખ્યામાં ૈંસ્છઠ સ્ક્રીન ફાળવી શકાય તેમ ન હોવાથી ભારતીય બજારમાં ફિલ્મની રિલીઝ પાછળ ઠેલવાની ફરજ પડી છે.
ભારતમાં ‘ગોડઝિલા’ના વિતરણનું કામ સંભાળી રહેલી ઁફઇ ૈંર્હટ કંપની દ્વારા હાલમાં નવી રિલીઝ તારીખ નક્કી કરવા પર ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, જેથી આ શાનદાર ફિલ્મને દેશમાં પૂરતી સ્ક્રીન અને યોગ્ય પ્લેટફોર્મ મળી શકે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. જો ‘ગોડઝિલા’ નિર્ધારિત સમયે જ સિનેમાઘરોમાં આવી હોત, તો ‘રામાયણ’ના પ્રચંડ પ્રવાહ સામે તેને મોટું નુકસાન વેઠવું પડત.બીજી તરફ, જો ‘ગોડઝિલા’ની રિલીઝ તારીખ વધુ પાછળ ઠેલવામાં આવે તો પણ ફિલ્મની મુશ્કેલીઓ ઓછી થાય તેમ નથી. આગામી સમયમાં ‘એવેન્જર્સઃ ડૂમ્સડે’ અને ‘ડ્યુનઃ પાર્ટ ૩’ જેવી અત્યંત લોકપ્રિય હોલીવુડ ફિલ્મો પણ ભારતીય બોક્સ ઓફિસ પર દસ્તક દેવાની તૈયારીમાં છે, જે જાપાનીઝ ફિલ્મ માટે મોટો પડકાર બની રહેશે. આ સિવાય, દિવાળીના માહોલમાં અક્ષય કુમારની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મોહરા’ પણ ૩૨ વર્ષ બાદ ફરી મોટા પડદા પર પરત ફરી રહી છે, જેને કારણે સ્પર્ધા વધુ અતિ-કઠિન બની ગઈ છે.

