Glasgow,તા.30
સ્કોટલેન્ડના રણીયામણા શહેર ગ્લાસગોમાં આયોજીત કોમનવેલ્થ 2026 તેના અંતિમ તબકકામાં છે અને રવિવારે સમાપન સમારોહ યોજાશે. આ સાથે જ 2030નો કોમનવેલ્થ ખેલ મહોત્સવનું યજમાનપદ ભારત અને ગુજરાત તેમાં ગૌરવ લઈ શકાય તે અમદાવાદમાં યોજાવાના છે. જેની તૈયારીઓ શરૂ થઈ રહી છે.
ગ્લાસગો મહોત્સવની પુર્ણાહુતી સાથે જ કોમનવેલ્થ બેટન રવિવારે અમદાવાદને સુપ્રત થશે. કિંગ્સ બેટન તરીકે પણ ઓળખાતી આ બેટન બે ચાર વર્ષ બાદ યોજાનારા ખેલ મહોત્સવના શહેરને સતાવાર રીતે સુપ્રત થાય છે.
જેમાં કિંગ્સ બેટન તથા કોમનવેલ્થનો ધ્વજ સમાપન સમારોહમાં સોપાય છે. અમદાવાદમાં યોજાનારા કોમનવેલ્થ 2030 ખેલ મહોત્સવ માટે પુર્વ તૈયારીઓ નિહાળવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજયના ખેલ સચીવ રાહુલ ગુપ્તા સાથેનું એક પ્રતિનિધિમંડળ ગ્લાસગોમાં છે.
જેમાં અમદાવાદના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોટ સહિતના અધિકારીઓ અમદાવાદના ડે.મ્યુ.કમિશ્નર મમતા હીરપરાનો પણ સમાવેશ થયો છે. અહી અમદાવાદ એકસપીરીયન્સ સેન્ટર પણ ઉભુ કરાયુ છે.
જેમાં અમદાવાદ ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીઓ પણ પ્રદર્શિત થઈ છે તથા 2030ના કોમનવેલ્થ આયોજનની તૈયારીઓની પણ પેટ્રોલિયમ છે. ગુજરાતના પ્રતિનિધિમંડળે પુરા ખેલ મહોત્સવના આયોજન, વિવિધ સ્પર્ધાઓ માટેની સ્ટેડીયમ સહિતની આવશ્યકતા ગેમ્સ વિલેજ, ટ્રાન્સપોર્ટેશન, ડાઈનીંગ તથા અન્ય તમામ વ્યવસ્થાઓ નિહાળીને તેના પરથી ગુજરાતનું મોડેલ તૈયાર કરાશે.
ગુજરાત 2036ના ઓલિમ્પિક ખેલ મહોત્સવનું પણ દાવેદાર છે જેથી કોમનવેલ્થ ખેલ આયોજન એ તેની પુર્વ તૈયારી પણ બની રહેશે. શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ટીમ ગુજરાત તેની વ્યવસ્થા નિહાળી હતી.
આ બેટન હેનડે સાંસદ એટલે કે બેટન સુપ્રત કરવાનો સમારોહ પણ ભારત અને ગુજરાતની ઝાંખી રજુ કરશે જેમાં પ્રારંભમાં વંદેમાતરમથી 150 વર્ષની સફર દર્શાવાશે જે બાદ મીસ વર્લ્ડ માનુષી છીલ્લર, ભારતીય કલાસીક ડાન્સ રજુ કરશે.
સંપૂર્ણ આયોજનમાં ભારતની પ્રસ્તુતિ લગભગ 20 મિનિટ ચાલશે અને સંગીત, નૃત્ય અને પરંપરાગત પ્રદર્શન દ્વારા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવશે. દર્શકોને દેશના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત ગીતો મારફતે એક અવિસ્મરણીય સફર પર લઈ જવામાં આવશે, જે શંકર મહાદેવન અને તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવને કંમ્પોઝ કર્યું છે. આ પ્રદર્શનમાં ગુજરાતની સિંગર ભૂમિ ત્રિવેદી પણ સામેલ હશે.
કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં ભારતની જીવંત સંસ્કૃતિ અને કોમનવેલ્થ પરિવાર સાથેના તેના સહિયારા મૂલ્યોને પ્રદર્શિત કરવામાં આવશે. ભારતના કેટલાક મોટા સંગીત અને નૃત્ય સ્ટાર્સ સમાપન સમારોહ દરમિયાન પ્રતિષ્ઠિત હાઇડ્રો સ્ટેજ પર પરફોર્મ કરશે, જ્યારે આગામી કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ‘હેન્ડઓવર સેગમેન્ટ’ ત્રણ હિસ્સામાં રજૂ કરાશે. જે પ્રેક્ષકોને સહિયારા મૂલ્યો, સંસ્કૃતિ અને જોડાણની ઉજવણી કરતી સફર પર લઈ જશે.
પ્રથમ હિસ્સામાં ભારતના રાષ્ટ્રીય ગાન અને એકતાના પ્રતીક વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરાશે. અભિનેત્રી અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના નેતૃત્વમાં ડાન્સર્સ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખને જીવંત બનાવશે.
બીજા હિસ્સામાં ભારતના અગ્રણી સિતારવાદકો અને સ્કોટલેન્ડના ટોચના સિતારવાદકો એકસાથે પરફોર્મ કરશે. ઋષભ રિખીરામ શર્મા અને રોસ એન્સલી સિતાર અને પરંપરાગત સ્કોટિશ પાઇપ અને વ્હિસલ વચ્ચે એક શક્તિશાળી સંગીત સંવાદ રચશે જે ગ્લાસગો 2026 થી અમદાવાદ 2030 સુધી જોડશે. અંતિમ હિસ્સામાં ભારતભરનો એક પ્રવાસ હશે, જેમાં ગુજરાતની પણ ઝલક હશે.

