Ahmedabad,તા.31
અદાણી સમૂહની કંપનીઓનો એક ભાગ અને ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ. (APL) એ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો આજે જાહેર કરાયા છે.
આ પરિણામો અંગે અદાણી પાવર લિ.ના સી.ઇ.ઓ. શ્રી એસ. બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, “અદાણી પાવરે ફરી એકવાર તેના કાર્યક્ષમ અને ખર્ચ-સ્પર્ધાત્મક પોર્ટફોલિયો અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ મજબૂત કામકાજ સાથે વાર્ષિક ધોરણેસતત અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક એબિડટા હાંસલ કર્યો છે. કંપની તેના ૪૫ ગિગાવોટના લક્ષ્યને સિધ્ધ કરવાની દીશામાં સંગીન રીતે એકીકૃત થયું છે, તેના દાખલારુપ હાલના પ્રકલ્પોના ઝડપી અમલીકરણ અને વર્તમાન કામગીરીમાંથી મજબૂત પ્રવાહિતા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કંપનીએ તેની વીજ અસ્ક્યામતમાં જયપ્રકાશ એસોસિએટ્સનો હિસ્સો હસ્તગત કરવા સાથે અમારી પહોંચને વધુ વિસ્તૃત કરી રહ્યા છીએ, તે સાથે અમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હાઇડ્રો પાવર પ્રકલ્પોમાં પણ વૈવિધ્યીકરણ કરી પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં નવી તકોમાં પ્રવેશવા માટે સજ્જ થઇ રહ્યા છીએ. તેમણે ભારતને તેના લાંબા ગાળાના વિકાસ લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યકત કરતા કહ્યું કે અમે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક વીજળી પુરવઠો પહોંચાડવા દેશની સાથે છીએ.
અહેવાલના સમયમાં, ભારતમાં ઉનાળાની ગરમી સામાન્ય કરતાં વધુ પડી હોવાના કારણે મે ૨૦૨૬ માં વીજળીની માંગ ૨૭૦.૮ ગિગાવોટના વિક્રમી સ્તરે પહોંચી હતી., તેના કારણે આ ગાળા દરમિયાન ઊર્જા વપરાશ વાર્ષિક ધોરણે ૮.૪% વધીને ૪૮૫.૪ બિલિયન યુનિટ થયો હતો.. અહેવાલના સમય દરમિયાન, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પર ડે-અહેડ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ વાર્ષિક ધોરણે ૧૫.૭% વધીને રૂ. ૫.૧/યુનિટ થઇ છે.. રીઅલ-ટાઇમ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ પણ વાર્ષિક ધોરણે ૧૩.૮% વધીને પ્રતિ યુનિટ રૂ. ૪.૫/યુનિટ થઇ છે.
બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન ઉર્જા બ્રાન્ડ્સમાં પ્રથમ સ્થાને રહેલી અદાણી પાવર એકંદરે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડમાં ૮મું સ્થાન મેળવ્યું છે. વીજળીની ઉત્તરોત્તર વધતી માંગ વચ્ચે કામકાજ અને નાણાકીય બાબતમાં અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કર્યું છે. સમીક્ષાના સમયમાં સૌથી વધુ ૩૧ બિલિયન યુનિટ વીજ ઉત્પાદન અને ૨૮.૮ બિલિયન યુનિટ ડિસ્પેચ હાંસલ કર્યું છે. જ્યારે વાર્ષિક ધોરણે આ ગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને નફામાં ૪૭%ની વૃદ્ધિ થઇ છે. કર બાદનો નફો વાર્ષિક ધોરણે ૩૬% વધી રૂ. ૪,૮૬૭ કરોડ નોંધાયો છે. તથા વાર્ષિક ધોરણે એબિડટા રૂ. 8,369 કરોડ હાંસલ થયો છે. (વાર્ષિક ધોરણે સતત એબિડટા રૂ. ૬,૯૮૩ કરોડ) સમીક્ષાના સમય ગાળામાં વાર્ષિક ધોરણે આવકમાં ૩૩%ની વૃદ્ધિ સાથે આવક રૂ. ૧૯,૩૨૨ કરોડ નોંધાઈ છે. (સતત આવક રૂ. ૧૭,૯૩૬ કરોડ)
કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ જયપ્રકાશ એસોસિએટ્સ લિ.ની વીજ અસ્ક્યામતોના હસ્તાંતરણમાં ૧૮૦ મેગાવોટ ચુર્ક ખાતેનો વીજ પ્લાન્ટ, જયપ્રકાશ પાવર વેન્ચર્સમાં૨૪% હિસ્સો અને પ્રયાગરાજ પાવર જનરેશન કંપનીમાં ૧૧.૪૯% હિસ્સો શામેલ છે. અહેવાલના સમય ગાળામાં એકીકૃત વીજ વેચાણનું વોલ્યુમ ૧૬.૯% વધીને ૨૮.૮ બિલિયન યુનિટ થયું છે. જે ગત વર્ષના સમાન ગાળામાં ૨૪.૬ બિલિયન યુનિટ હતું; વોલ્યુમમાં વૃદ્ધિ અને વીજળીના વેચાણ દરોને અનુરૂપ વીજળીની માંગમાં વૃદ્ધિ અને તેને પહોંચી વળવા કાર્યક્ષમ કામકાજના કારણે. અહેવાલના સમય દરમિયાન એકીકૃત સતત કુલ આવકમાં ૨૬.૬% ની મજબૂત વૃદ્ધિ, સાથે આવક રૂ. ૧૭,૯૩૬ કરોડ થઇ છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. ૧૪,૧૬૭ કરોડ હતી;
. સમીક્ષા હેઠળના ગાળામાં સતત એકીકૃત એબિડટામાં ૨૧.૬% ની તીવ્ર વૃદ્ધિ, સાથે નફો રૂ. ૬,૯૮૩ કરોડ પ્રાપ્ત નફો થયો છે. જે ગત વર્ષના સરખા ગાળામાં રૂ. ૫,૭૪૪ કરોડ હતો; ઊંચા ઇંધણ ખર્ચ છતાં અત્યાર સુધીની ત્રિમાસિક કામગીરીમાં સૌથી વધુ, મજબૂત નફાકારકતા દર્શાવે છે.
અહેવાલના સમય દરમિયાન કામકાજમાં વધારો અને ચાલુ મૂડી ખર્ચ કાર્યક્રમ અને ખર્ચ પર કડક નિયંત્રણને કારણે કર પછીના સંયુક્ત નફામાં ૪૭.૨%ની મજબૂત વૃદ્ધિ સાથે નફો રૂ. ૪,૮૬૭ કરોડ થયો છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. ૩,૩૦૫ કરોડ હતો;અદાણી પાવરના યોજના મુજબ આગળ વધી રહેલા ચાલુ મૂડી ખર્ચ કાર્યક્રમ અંતર્ગત ૧,૩૨૦ મેગાવોટની ક્ષમતાનો કોરબા ફેઝ-II સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રકલ્પ ચાલુ વર્ષમાં કાર્યરત થવાની ધારણા છે. ઉપરાંત ૧,૬૦૦ મેગાવોટ ક્ષમતાના મહાન ફેઝ-II USCTPP નાણાકીય વર્ષ ૨૮ ના પહેલા ત્રિમાસીમાં વાણિજ્યિક કામગીરી શરુ થઇ જશે. જ્યારે ૧,૬૦૦ મેગાવોટ ક્ષમતાના રાયપુર ફેઝ-II અને .તેટલી જ ક્ષમતાના રાયગઢ ફેઝ-II એ અનુક્રમે ૬૨% અને ૫૪% થી વધુ પ્રગતિ હાંસલ કરી છે. ઉત્તર પ્રદેશમાં ૧,૬૦૦ મેગાવોટ મિર્ઝાપુર ગ્રીનફિલ્ડ USCTPPનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું છે. આગામી ક્ષમતાના 87% માટે પર્યાવરણીય મંજૂરી પ્રાપ્ત થઇ છે, જે ૫૬% ડિઝાઇન, ફાઇનાન્સ, બિલ્ડ, ઓન અને ઓપરેટ મોડેલ દ્વારા લાંબા ગાળાના પાવર ખરીદી કરાર હેઠળ પહેલાથી જ સંલગન છે

