Mumbai,તા.01
બોલીવૂડમાં એક ઓર નેપોકિડની ફિલ્મ ફલોપ નીવડી છે. જાણીતાં નિર્દેશક ઇન્દ્ર કુમારના પુત્ર અમન ઇન્દ્ર કુમાર અને આકાંક્ષા શર્માની જોડીને ચમકાવતી તેમની પહેલી ફિલ્મ ‘તેરા યાર હું મેં’ બોક્સ ઓફિસ પર પહેલાં સાત દિવસમાં કુલ ૪૯ લાખ રૂપિયા જ રળી શકી હતી.ફિલ્મને પહેલાં દિવસે ૧૫ લાખ, બીજા દિવસે ૧૦ લાખ,ત્રીજા દિવસે ૧૨ લાખ અને તે પછી ચોથાથી સાતમા દિવસ દરમ્યાન કુલ ૧૨ લાખની કમાણી થઇ હતી. આમ પ્રથમ સાત દિવસમાં ફિલ્મને કુલ ૪૯ લાખ રૂપિયાની કમાણી થઇ હતી.
ઈન્દ્ર કુમાર ઈરાનીની ગણના બોલિવુડના જાણીતા ફિલ્મ સર્જકોમાં થાય છે.
તેમની અનેકાનેક ફિલ્મો સુપરહિટ નીવડી ચૂકી છે.
ફિલ્મના પ્રમોશન દરમ્યાન નિર્દેશક મિલાપ ઝવેરીએ જણાવ્યું હતું કે અમન નાનો બાળક હતો ત્યારથી હું તેને ઓળખું છું. આજે તેને એક્ટર બનેલો જોઇ મને આનંદ થાય છે. મિલાપ ઝવેરીની આ પૂર્વે રીલિઝ થયેલી ફિલ્મ ‘મસ્તી ફોર’ પણ નિષ્ફળ ગણાવાઇ હતી.

