Mumbai,તા.01
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વાઇસ કેપ્ટન અને વરિષ્ઠ બેટ્સમેન અજિંક્ય રહાણે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર ચાલી રહ્યો છે. તાજેતરમાં જ જ્યારે શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી, ત્યારે ફરી એકવાર રહાણેની ઉપેક્ષા કરવામાં આવી છે. આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર રહાણેના રીટાયરમેન્ટને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમમાં સ્થાન ન મળવા છતાં રહાણેની લોકપ્રિયતા, બિઝનેસ નેટવર્ક અને તેમની ઊંચી કમાણી પર કોઈ ખાસ અસર પડી નથી. આજે એ વિશે જાણીએ કે આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરની કુલ સંપત્તિ કેટલી છે અને કયા-કયાથી કરોડોની કમાણી આવે છે એ જોવું રહ્યું.વિવિધ મીડિયા અહેવાલો અને સત્તાવાર આંકડાઓ અનુસાર, અજિંક્ય રહાણેની અંદાજિત કુલ સંપત્તિ આશરે 80 કરોડ રૂપિયાથી વધુ છે. ભલે તેઓ અત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કેન્દ્રીય કરારમાં સામેલ નથી, તેમ છતાં તેની વાર્ષિક આવક 6 કરોડ રૂપિયાની આસપાસ છે, જે જુદા જુદા બિઝનેસ અને પ્રીમિયમ લીગમાંથી આવે છે.
અજિંક્ય રહાણે પોતાના પરિવાર સાથે મુંબઈના પોશ વિસ્તાર માટુંગામાં આવેલા એક અતિ આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે. આ હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં આવેલા ફ્લેટની અંદાજિત કિંમત કરોડો રૂપિયામાં છે. આ સિવાય દેશના અન્ય ભાગોમાં પણ તેની પાસે કરોડોની કિંમતી જમીન અને કોમર્શિયલ પ્રોપર્ટી છે.
આ સિવાય, રહાણેને મોંઘી અને લક્ઝુરિયસ ગાડીઓનો પણ ઘણો શોખ છે. તેની કાર કલેક્શનમાં આશરે 1.5 કરોડ રૂપિયાની કિંમતની Audi Q7, BMW 5 Series, Volvo XC90 અને મધ્યમ વર્ગની મનપસંદ Maruti Suzuki Wagon R પણ સામેલ છે, જે તેમની સાદગી દર્શાવે છે. ભલે ભારતીય ટીમમાં તેમની વાપસી મુશ્કેલ લાગી રહી હોય, પરંતુ આર્થિક અને બિઝનેસના મોરચે રહાણે અત્યંત મજબૂત સ્થિતિમાં છે.

