Rajkot તા.૧
Rajkot ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારતીય સંગીત તથા સાંસ્કૃતિક પરંપરા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી એક સુંદર વાંસળી વાદન કાર્યક્રમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ રાજકોટ દ્વારા સ્પીક મેકે (ઇન્ડિયન કલાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર એમંગ યુથ ) ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થા ખાતે વિધાર્થીઓ માટે સ્પીક મેકે સ્ટુડન્ટ ચેપ્ટર ની શરૂઆત કરવામાં આવી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી નવીનભાઈ શેઠ(પૂર્વ વાઇસ ચાન્સેલર જીટીયુ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં વાંસળી વાદક મહિયર ઘરાના ના શ્રી પંડિત રૂપક કુલકર્ણીજી (પદમવિભૂષણ શ્રી હરિપ્રસાદ ચોરસિયાજી ના શિષ્ય અને પોતે ધ્રુપદ અને ખયાલ ગાયકી ના પ્રસિદ્ધ શાસ્ત્રીય વાંસળીવાદક , સંગીત પ્રકાશન એવોર્ડ વિજેતા) અને તબલાવાદક શ્રી સપનભાઈ અંજારિયા એ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત રજૂ કરેલ.
કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટના આચાર્યશ્રી કે. જી. મારડીયા સાહેબ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી નવીનભાઈ શેઠે આ કાર્યક્રમથી વિધાર્થીઓ ને – ૨૦૨૦ અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરા મુજબ ભારતીય કલાસિકલ સંગીત, નૃત્ય અને લોકકલા અંગે પ્રેરણા મળશે એમ જણાવી શુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમના સંકલન અને સફળ આયોજનમાં સંસ્થા ના આચાર્ય શ્રી કે. જી. મરડિયા, શ્રી એસ. બી. પરમાર ના માર્ગદર્શન હેઠળ કોઓર્ડિનેટર શ્રીમતી મંજુબેન ખૂંટી તથા અન્ય કલ્ચરલ કમિટી ના સભ્યોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

