New Delhi,તા.03
સેબીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ અનલિસ્ટેડ કંપનીનાં વર્તમાન શેરહોસલ્ડર દ્વારા પરસ્પર સંમતિથી શેર વેચવાને પબ્લિક ઈશ્યૂ ગણવામાં આવશે નહીં. જોકે એક નાણાકીય વર્ષમાં આવા શેર ખરીદનારાઓની સંખ્યા 200થી વધુ ન હોવી જોઈએ.
સેબીએ IDBI બેંક તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે આવા સોદામાં કંપની પોતે રોકાણકારોને નવા શેર ખરીદવાનું નિમંત્રણ આપતી નથી. તેથી આના પર પબ્લિક ઈશ્યૂ સાથે જોડાયેલા કડક નિયમો લાગું થશે નહીં.
રોકાણકારોની ફરિયાદોનું ઝડપથી થશે સમાધાન
સેબીએ રોકાણકારોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે ઓનલાઈન વિવાદ સમાધાન (ODR) સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. પ્રસ્તાવ હેઠળ વિવાદ ઉકેલવાની જવાબદારી પ્રાઈવેટ સંસ્થાઓનાં બદલે સ્ટોક એક્સચેન્જ, ડિપોઝિટરી અને અન્ય માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ (MIIs) ને આપવામાં આવશે. રોકાણકાર અને કંપનીઓ મધ્યસ્થ પસંદ કરવામાં પોતાની પસંદગી જણાવી શકશે. સેબીનું કહેવું છે કે આનાથી ફરિયાદોનો નિકાલ ઝડપી થશે.

