Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ધર્મ બાંધતો નથી, પરંતુ મુક્ત કરે છે અને જીવનમાં યુવાનોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું સાધન છે, આરએસએસના વડા Mohan Bhagwat

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Hyderabad: એનઆઇએએ આઠ બાંગ્લાદેશી નાગરિકો સહિત નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ધર્મ બાંધતો નથી, પરંતુ મુક્ત કરે છે અને જીવનમાં યુવાનોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું સાધન છે, આરએસએસના વડા Mohan Bhagwat
    • New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી
    • Hyderabad: એનઆઇએએ આઠ બાંગ્લાદેશી નાગરિકો સહિત નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી
    • Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ
    • Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં
    • Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા
    • Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
    • Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં
    રાજકોટ

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૮

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિસ્થાપિત લાભાર્થીઓ માટે કરવામાં આવેલા ૧૬૩ આવાસના ડ્રોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૩ સપ્ટેમ્બરે વિવિધ વિસ્તારોના લાભાર્થીઓ માટે ડ્રો યોજાયા બાદ તેમાં વિસંગતતા હોવાની ફરિયાદો મેયર સુધી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં કેટલીક બાબતો સામે આવતા મેયર ડો. નેહલ શુકલે સમગ્ર ડ્રો રદ કરવાનો હુકમ કર્યો છે. આ મામલે ભાજપના વોર્ડ નંબર-૬ના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમારનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. તેમની પાસે સંયુક્ત માલિકીનું આવાસ હોવાનું સામે આવ્યું છે. જોકે, કોર્પોરેટરનું કહેવું છે કે તેમણે આ આવાસ ૨૦૧૪માં કોર્પોરેટર બન્યા પહેલાં મેળવ્યું હતું.સિક્યોરિટી સિસ્ટમ લગાવો

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર અને આજીનદી કાંઠા સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી અસરગ્રસ્ત અને વિસ્થાપિત થયેલા લોકોને આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જંગલેશ્વર ઉપરાંત સાગરનગર, બેટ દ્વારકા અને લલુડી વોંકળી વિસ્તારના લાભાર્થીઓને આવાસ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ૩ સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોના કુલ ૧૬૩ લાભાર્થીઓ માટે આવાસ ફાળવણીનો ડ્રો યોજાયો હતો. આ માટે સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાની વિંગ ઈ, એફ અને જી તથા ગોકુલનગરમાં જ આવેલી રવિશંકર મહારાજ આવાસ યોજનાની વિંગ એ અને બીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોરઠિયાવાડી વિસ્તારમાં આવેલી વીર તાત્યા ટોપે ટાઉનશિપમાં પણ આવાસ ફાળવવામાં આવ્યા હતા. લાભાર્થીઓની યાદીમાં સાગરનગર ફેઝ-૧, બેટ દ્વારકા અને સાગરનગર ફેઝ-૨ના કુલ ૨૭ લાભાર્થી, જંગલેશ્વરના ૪૨ લાભાર્થી અને લલુડી વોંકળીના ૯૪ લાભાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લલુડી વોંકળીના ૪૪ લાભાર્થીઓને વીર તાત્યા ટોપે ટાઉનશિપ એટલે કે સ્માર્ટઘર-૪માં આવાસ ફાળવવામાં આવ્યા હતા.

    આવાસ ફાળવણીનો ડ્રો માત્ર પ્રક્રિયા પૂરતો જ હોવાનું અને તેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે કેટલીક ફરિયાદો મેયર ડો. નેહલ શુકલ સુધી પહોંચી હતી.ફરિયાદોને ધ્યાનમાં લઈને મેયર દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કેટલીક વિસંગતતાઓ સામે આવી હોવાના પગલે માત્ર એકાદ આવાસની ફાળવણી રદ કરવાને બદલે તમામ ૧૬૩ આવાસનો ડ્રો જ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરના આ નિર્ણયથી મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં પણ ચર્ચા શરૂ થઈ છે. હવે આવાસ ફાળવણીની પ્રક્રિયા ફરી કઈ રીતે હાથ ધરવામાં આવશે તેના પર નજર રહેશે.

    આ સમગ્ર મામલાની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૬ના ભાજપના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમાર પાસે સંયુક્ત માલિકીનું આવાસ હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે ધર્મિષ્ઠાબેન પરમારે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે તેમણે આ આવાસ વર્ષ ૨૦૧૪માં, એટલે કે તેઓ કોર્પોરેટર બન્યા તે પહેલાં મેળવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, તે સમયે તેમના પરિવાર પાસે પોતાનું રહેઠાણ ન હોવાથી નિયમ મુજબ આવાસ માટે અરજી કરવામાં આવી હતી. તેમના પતિ ખાનગી નોકરી કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા
    Next Article Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026
    રાજકોટ

    Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ

    September 18, 2026
    મુખ્ય સમાચાર

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા

    September 18, 2026
    રાજકોટ

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 19:27
    Categories
    Latest News

    ધર્મ બાંધતો નથી, પરંતુ મુક્ત કરે છે અને જીવનમાં યુવાનોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું સાધન છે, આરએસએસના વડા Mohan Bhagwat

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Hyderabad: એનઆઇએએ આઠ બાંગ્લાદેશી નાગરિકો સહિત નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી

    September 18, 2026

    Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ

    September 18, 2026

    Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા

    September 18, 2026

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026
    Search
    Main News

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026

    Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ધર્મ બાંધતો નથી, પરંતુ મુક્ત કરે છે અને જીવનમાં યુવાનોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું સાધન છે, આરએસએસના વડા Mohan Bhagwat

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Hyderabad: એનઆઇએએ આઠ બાંગ્લાદેશી નાગરિકો સહિત નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.