Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    અમદાવાદ

    Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા.૧૮ઃ

    છ દાયકાથી વધુ સમયથી ચાના વ્યવસાય સાથે સંકળાયેલા ભારતીય ચા ઉદ્યોગના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તથા વાઘ બકરી ટી ગ્રુપના ચેરમેન શ્રી પીયૂષભાઈ દેસાઈનું ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિધન થયું છે. પીયૂષભાઈ ચાની અદભૂત પરખ, બહોળા અનુભવ અને સિદ્ધાંતો આધારિત વ્યવસાયિક દૃષ્ટિ માટે જાણીતા હતા.

    એક કુશળ ટી ટેસ્ટર અને ઉદ્યોગના અનુભવી આગેવાન તરીકે તેમણે વાઘ બકરી ટી ગ્રુપ ને ગુજરાત રાજ્યની બહાર લઈ જઈ દેશનાં વિવિધ પ્રદેશો માં  તેની મજબૂત ઓળખ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના માટે વ્યવસાય માત્ર વિસ્તરણ કે સફળતા પૂરતો સીમિત નહોતો. ગુણવત્તા, પ્રામાણિકતા, લાંબા ગાળાના સંબંધો અને સૌને સાથે લઈને આગળ વધવું તેમની કાર્યશૈલીના પાયામાં હતું.

    શ્રી પીયૂષભાઈ દેસાઈ માનતા હતા કે વ્યવસાયની સમાજ અને તેના તમામ હિતધારકો પ્રત્યે જવાબદારી હોય છે. તેમની દૃષ્ટિ માત્ર વ્યવસાયના વિકાસ પૂરતી સીમિત નહોતી, પરંતુ સમગ્ર ચા ઉદ્યોગના સર્વાંગી વિકાસમાં હતીજ્યાં ચાના ઉત્પાદકો, ખેડૂતો, કામદારો, વેપારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકો સૌ સાથે મળીને પ્રગતિ કરે અને તેનો લાભ મેળવી શકે.

    ચા ઉદ્યોગને સંગઠિત અને મજબૂત બનાવવામાં પણ શ્રી પીયૂષભાઈ દેસાઈનું નોંધપાત્ર યોગદાન રહ્યું. તેઓ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન , વેસ્ટર્ન ઇન્ડિયા ટી ડીલર્સ એસોસિએશન અને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન્સના સ્થાપક સભ્યોમાંના એક હતા. ના પ્રથમ પ્રમુખ તરીકે તેમણે ચાના વેપારીઓને એક મંચ પર લાવવા અને ચા ઉદ્યોગના હિતોને આગળ વધારવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી.

    ચાની તેમની ઊંડી સમજ અને ભારતીય ચા ઉદ્યોગમાં દાયકાઓ સુધી આપેલા યોગદાનને માન આપતાં આ જ વર્ષે નોર્થ ઈસ્ટર્ન ટી એસોસિએશન દ્વારા શ્રી પીયૂષભાઈ દેસાઈને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    વ્યવસાયની સાથે સમાજસેવા પણ શ્રી પીયૂષભાઈના જીવનનો મહત્વનો હિસ્સો રહ્યો. ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત શ્રી પીયૂષભાઈ ગુજરાત વિદ્યાપીઠ સાથે નજીકથી જોડાયા હતા અને તેની વિવિધ પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું હતું. તે સમય દરમિયાન મહાત્મા ગાંધીના અંગત સચિવ શ્રી મહાદેવભાઈ દેસાઈના પુત્ર, શ્રી નારણભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા.

    શ્રી પીયૂષભાઈએ લગભગ બે વર્ષ સુધી બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (ઇન્ડિયા) ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેઓ સદવિચાર પરિવારના ટ્રસ્ટી પણ રહ્યા હતા અને સંસ્થાની વિવિધ સામાજિક પહેલો અને પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાતા હતા. આ સંસ્થાઓ સાથેનો તેમનો સંબંધ તેમના જીવનમૂલ્યોનું પ્રતિબિંબ હતો.

    શિક્ષણ, સમાજકલ્યાણ, સેવા અને સામાજિક જવાબદારી તેમના માટે માત્ર વિચારો નહોતા, પરંતુ જીવનભર નિભાવેલી પ્રતિબદ્ધતા હતી. તેમણે જે સંસ્થાઓને મજબૂત કરવામાં મદદ કરી અને પોતાના સંપર્કમાં આવેલા લોકોના જીવનને જે રીતે સ્પર્શ્યું, તેમાં તેમની આ વિચારધારા સ્પષ્ટ દેખાતી હતી.

    શ્રી પીયૂષભાઈ દેસાઈ અનેક દાયકાઓ સુધી વાઘ બકરી ચાના વ્યવસાયમાં સક્રિય રહ્યા અને ૨૦૨૦ સુધી ગ્રુપના કામકાજ સાથે સંકળાયેલા હતા. તેમણે માર્ગદર્શકની ભૂમિકા ભજવી અને પોતાના વર્ષોના અનુભવ સાથે વ્યવસાયને લઈને તેમની વિચારધારા અને મૂલ્યો નવી પેઢીને સોંપ્યા. તેમણે ઊભા કરેલા મજબૂત પાયા પર આગળ વધતાં વાઘ બકરી ટી ગ્રુપે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આજે વાઘ બકરી ટી ગ્રુપ માત્ર ભારતમાં ઘર-ઘરમાં જાણીતું નામ નથી, પરંતુ વિશ્વના ૬૬ થી વધુ દેશોમાં પણ ચાપ્રેમીઓ સુધી પહોંચી છે.

    ચા જગત તેમને એક અદભૂત પારખુ, દૂરંદેશી ઉદ્યોગપતિ અને સંસ્થાઓને ઘડનાર વ્યક્તિ તરીકે યાદ રાખશે. તેમનું નિધન એક યુગના અંત સમાન છે. પરંતુ તેમણે જે વ્યવસાયને આકાર આપ્યો, જે સંસ્થાઓને મજબૂત કરી અને ગુણવત્તા, પ્રામાણિકતા તથા સૌને સાથે લઈને આગળ વધવાના જે મૂલ્યોને જીવનભર જાળવ્યા, તેમાં શ્રી પીયૂષભાઈ દેસાઈની છાપ હંમેશાં જીવંત રહેશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Next Article Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: પૈસાની લેતીદેતીને કારણે બે ભાઇઓ વચ્ચે થયેલી તકરાર,નાના ભાઇનું મોત

    September 18, 2026
    મુખ્ય સમાચાર

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026
    અમદાવાદ

    Ahmedabadના યુવકની હિંમતનગરમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી

    September 18, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

    September 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: મકાન વહેંચણીના સમાધાન વખતે ડખો થતાં ફાયરિંગ

    September 15, 2026
    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 20:48
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.