New Delhi,તા.03
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની દ્વીમાસીક ધિરાણ દર નિશ્ચિત કરતી બેઠકના પ્રારંભથી જ હવે વ્યાજદરમાં કોઈ ફેરફાર કે દર ઘટશે કે કેમ તે પ્રશ્ન પુછાવા લાગ્યા છે. જેનો જવાબ આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રા રવિવારે આપશે પણ આરબીઆઈએ હાલ સ્ટેટસ કવો નિતિ અપનાવી છે.
બેન્કીંગથી નાણાકીય ક્ષેત્રના નિષ્ણાંતો અને સ્ટોક માર્કેટને પણ તેવું લાગે છે કે હજું આગામી બે માસ રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કોઈ ફેરફાર કરશે નહી પણ પુરી નૈઋત્યના ચોમાસાની મૌસમ પુરી થાય તેની રાહ જોશે. છેલ્લી બે બેઠક પર તો ઈરાન- અમેરિકા યુદ્ધનો હાઉ તથા અલનીનોની અસરની આગાહી હતી તેના કારણે ફુગાવો ઉંચો રહેવાની ધારણાએ રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડવાનું સાહસ કરતી ન હતી.
ફુગાવાના આંકડા પણ વધતા હતા પણ સૌ પ્રથમ હવે યુદ્ધમાં જે રીતે ફરી `ડીલ’ મુદો છવાઈ ગયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મોટો હુમલો મોકુફ રાખવાની જાહેરાત કરી છે તથા ખાડીના દેશો પણ યુદ્ધનો અંત ઈચ્છે છે.
તેથી યુદ્ધ હવે વધુ મુશ્કેલ નહી બને. હોર્મુઝનો પણ ઉકેલ આવશે તેવા સંકેત છે. બીજુ મહત્વનું ચોમાસુ પ્રથમ બે માસ તથા ઓગષ્ટના પ્રારંભના દિવસોમાં ધાર્યા કરતા સારુ રહ્યું છે અને સીઝનનો 68% વરસાદ પડી ગયો છે. ભલે થોડો અનિયમિત છે તથા પંજાબ-બિહાર જેવા ધાન્ય ઉગાડતા રાજયોમાં ઓછો છે પણ રિઝર્વ બેન્ક હજુ ઓગષ્ટ-સપ્ટેમ્બરની રાહ જોશે.
એક વખત નૈઋત્યના ચોમાસાની સીઝન પાર પડી જાય પછી સાચુ ચિત્ર જોવા મળશે. ઓકટોબરમાં તહેવારોમાં મહત્વના નવરાત્રી-દિવાનો પ્રભાવ ચાલુ થશે તે સમયે વ્યાજદર ઘટાડાથી બજાર માંગને જબરુ બુસ્ટર ડોઝ વધશે ત્યાં સુધીનો યુદ્ધ- ક્રુડતેલ ટેરિફ સહિતના મોરચો પણ સ્થિતિ સ્પષ્ટ થશે તેની રિઝર્વ બેન્ક બુધવારે હાલ વ્યાજદરમાં આશાના સંકેત સાથે યથાવત સ્થિતિ જાળવી રાખશે તેવી શકયતા છે.

