Mumbai,તા.03
સામાન્ય રીતે ૧૨૦ કરોડ રૂપિયાની ફી વસૂલતા સલમાનખાને વામ્સી પાઇડીપલ્લિની ફિલ્મ એસવીસી૬૩ માટે માત્ર ૭૦ કરોડ રૂપિયા જ ચાર્જ કરવાનું નક્કી કર્યું હોઇ ફિલ્મ ઉદ્યોગમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આ ફિલ્મ ઇદ ૨૦૨૭ના અરસામાં થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મના એક નિર્માતા રફી કાઝી સલમાનખાનના દોસ્ત હોઇ સલમાને આ ફી ઘટાડી હોવાનું મનાય છે. આ પ્રોજેક્ટ માટે રફી કાઝી મધ્યસ્થી હતા. રફી કાઝી સાથેની દોસ્તીને કારણે સલમાને તેની સામાન્ય ફીમાં મોટો કાપ મુક્યો હોવાનું મનાય છે. સલમાન ખાને અગાઉ અજય દેવગણની સન ઓફ સરદારમાં અને રિતેશ દેશમુખની રાજા શિવાજી ફિલ્મોમાં એક પણ પૈસો લીધાં વિના મહેમાન ભૂમિકાઓ ભજવેલી છે.ફિલ્મ ઉદ્યોગમાં દોસ્તી માટે સલમાન ખાન બલિદાન આપવા માટે જાણીતો છે.

