Bagasara,તા.24
અંતે બગસરામાં કાલે શુક્રવારના રોજ હોસ્પિટલનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે.અનેક વિવાદ અંતે ભાજપ સરકાર દ્વારા બનાવેલ 4 કરોડ ના ખર્ચે બનાવેલ સિવિલ હોસ્પિટલ જે છેલ્લા 6 મહિનાથી બની ગયેલ હતી પરંતુ લોકાર્પણ ની રાહમાં હતી.
જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા . પ્રેસ મીડિયા ને જણાવેલ કે 15 દિવસમાં સરકાર દ્વારા લોકાર્પણ કરી આ હોસ્પિટલ ચાલુ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા નાની બાળા હસ્તે રીબીન કાપી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.
જેના લીધે ધારી બગસરા ભાજપ ના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા હેલ્થ મિનિસ્ટરને તારીખ લઈ આગામી 25-07 2025 ને શુક્રવારના રોજ બગસરા સિવિલ હોસ્પિટલ નું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાખવામાં આવ્યું છે આખરે તંત્રને દોડતું કર્યું છે.

