પ્લમ્બિંગ કામમાં માપ લેતી વેળા સર્જાઈ દુર્ઘટના પરિવારમાં આક્રંદ છવાયો
Rajkot તા.૩
ગોંડલ તાલુકાના વીરડા ગામનો રહેતા અને કોઠારીયા રોડ પર સાંઈબાબા સર્કલ પાસે શેડમાં પ્લમ્બિંગ કામ કરતી વેળાએ મેજર ટેપ ઇલેક્ટ્રિક તારમાં અડી જતા વીજ કરંટ લાગતા યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તબીબે યુવાનનુ પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. જુવાન જોધ પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો હતો
આ અંગેમળતી માહિતી મુજબ ગોંડલ તાલુકા વીરડા વિડો ગામે લાલજીભાઈ ગીરધરભાઇ મકવાણા ઉ.વ-૩૨, વર્ષીય યુવાન ગઈકાલે સાંજે ૪.૪૫ વાગ્યાં આસપાસ પોતે રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ સ્વાતિ પાર્ક કોઠારીયા રોડ સાંઇબાબા સર્કલ પાસે એક કારખાના સેડમાં પમ્બીંગ કામ કરતો હતો. જે દરમિયાન વીજ કરંટ લાગતા ૧૦૮ મારફતે પુનિત નગર પાસે ૮૦ ફૂટ રોડ ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, લાલજીભાઈ ગોંડલ તાલુકાના વીરડા ગામે રહેતા હતા અને પ્લમ્બિંગ કામ કરતા હતા. ગઈકાલે તેઓ કોઠારીયા સ્વાતિ પાર્ક વિસ્તારના એક કારખાના શેડમાં પ્લમ્બિંગ કામ કરવા માટે આવ્યા હતા અહીં કામ કરતી વખતે તેને પતરાની પટ્ટી વાળી મેજર ટેપ લંબાવતા બહાર જતાં વીજ વાયરમાં આ મેજર ટેપ અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. લાલજીભાઈના ૨ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તે ૨ ભાઈ અને ૨ બહેનમાં નાના હતા. આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ. એમ. ધરજીયા તેમની ટીમ સાથે દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

