Rajkot તા.૩
ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે આજે મેક્સ ફોર સીનિયર્સ અને મેક્સ ફોર હર નામના બચત ખાતાના બે નવા વિકલ્પો લૉન્ચ કર્યા છે. આ બંને ખાતા અનુક્રમે સીનિયર સિટીઝનો અને મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રકારના લાભ સાથે તૈયાર કરવામાં આવ્યાં છે. બચત ખાતાના આ બંને વિશિષ્ટ વિકલ્પો બેંકના મુખ્ય સેવિંગ્સ મેક્સ ખાતા હેઠળ રજૂ કરવામાં આવ્યાં છે, જે પ્રારંભિક સ્તરના સૌથી વધુ પસંદગી પામેલા બચત ખાતાઓમાંથી એક છે. પીઆઇબી તાજેતરના રિપોટ્ર્સ મુજબ, વર્ષ ૨૦૩૬ સુધીમાં ભારતમાં સીનિયર સિટીઝનોની સંખ્યા અંદાજે ૨૩ કરોડ પહોંચવાનો અંદાજ છે, જે દેશની કુલ વસ્તીના આશરે ૧૫ ટકા જેટલી હશે. આ ઉપરાંત, હાલમાં દેશમાં કુલ બેંક ખાતાઓમાંથી ૩૯.૨% ખાતા મહિલાઓનાં છે, જ્યારે કુલ થાપણોમાં તેમનો હિસ્સો ૩૯.૭% છે.

