માધુરી દીક્ષિતે મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલો પોતાનો કોમર્શિયલ ઓફિસ સ્પેસ ૪.૮૫ કરોડ રૂપિયામાં વેચી
Mumbai, તા.૫
બોલીવૂડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત ફરી એકવાર પોતાની કરોડો રૂપિયાની રિયલ એસ્ટેટ ડીલને કારણે ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ ધકધક ગર્લ માધુરી દીક્ષિતે મુંબઈના પોશ વિસ્તાર અંધેરી વેસ્ટમાં આવેલી પોતાની એક આલીશાન કોમર્શિયલ ઓફિસ કરોડો રૂપિયામાં વેચી દીધી છે. ખાસ વાત એ છે કે આ પ્રોપર્ટીમાંથી તેમને આશરે અઢાર વર્ષ બાદ જબરદસ્ત વળતર મળ્યું છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી…પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજોના ડેટા અનુસાર, માધુરી દીક્ષિતે મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલો પોતાનો કોમર્શિયલ ઓફિસ સ્પેસ ૪.૮૫ કરોડ રૂપિયામાં વેચી દીધી છે. આ ઓફિસ સ્પેસ ‘ળેમ્સ પ્રોડક્શન કંપની પ્રાઈવેટ લિમિટેડ’ દ્વારા ખરીદવામાં આવ્યો છે અને આ સોદાનું રજિસ્ટ્રેશન ૨૩મી જૂન, ૨૦૨૬ના રોજ થયું હતું.રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર માધુરીએ ૧૪મી મે, ૨૦૦૮ના રોજ આ ઓફિસ માત્ર ૫૨.૫ લાખ રૂપિયામાં ખરીદી હતી. વર્તમાન કિંમતના હિસાબે આ પ્રોપર્ટીના મૂલ્યમાં લગભગ ૮૨૪ ટકા એટલે કે આશરે ૯ ગણો જંગી વધારો થયો છે. અંધેરી વેસ્ટમાં લિંક રોડ પાસે ઓશિવારા ખાતે સ્થિત ‘મૌર્યા લેન્ડમાર્ક-પ્રેમાઇસિસ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ’ બિલ્ડિંગના ચોથા માળે આ ઓફિસ આવેલી છે. આ ઓફિસનો કાર્પેટ એરિયા ૧,૫૯૪.૨૪ સ્ક્વેર ફીટ છે. આ ડીલ પર ૨૯.૧૦ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી અને તેમાં ૩ કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે.અંધેરીની પ્રોપર્ટી વેચવા ઉપરાંત, માધુરી દીક્ષિતે માર્ચ, ૨૦૨૬માં મુંબઈના લોઅર પરેલમાં આવેલા ‘વન લોઢા પ્લેસ’ માં ૭૩૧ સ્ક્વેર ફીટનો કોમર્શિયલ ઓફિસ સ્પેસ પાંચ વર્ષ માટે લીઝ પર એટલે કે ભાડા પર લીધી છે. આ સ્પેસનું કુલ ભાડું ૨.૮૧ કરોડ રૂપિયા છે અને પ્રથમ વર્ષનું માસિક ભાડું ૪.૨૫ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

