(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૫
Morbi શહેર તેમજ હળવદ તાલુકામાં સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમે ચાર સ્થળોએ રેડ કરી ઓફીસ અને મકાન સહિતના સ્થળોએ જુગાર રમતા ૧૩ ઇસમોને ઝડપી લઈને રૂ ૧.૨૬ લાખની રોકડ રકમ જપ્ત કરી છે
પ્રથમ રેડ મોરબી એલસીબી ટીમ હળવદ પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામ બસ સ્ટેન્ડ પાસે આરોપી વિજય છગનભાઈ પટેલ પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ટ્રાવેલ્સ ઓફિસમાં જુગાર રમતા વિજયભાઈ છગનભાઈ માકાસણા, રફીક હારૂન મોવર અને દિલીપ અરવિંદ સોનગ્રા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૬૧,૦૦૦ જપ્ત કરી છે બીજી રેડ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માલણીયાદ ગામની સીમમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીએ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા બળદેવભાઈ ગણેશભાઈ પરમાર, સુરેશભાઈ વિનોદભાઈ પરમાર અને દયારામભાઈ બાબુભાઈ ધામેચા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૯,૮૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજી રેડ સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા નયનભાઈ કિશોરભાઈ મેર, કિશનભાઈ મનીષભાઈ ઝીન્ઝવાડિયા, મંજુબેન દીનેશભાઈ સનુરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૫૨૦૦ જપ્ત કરી છે ચોથી રેડ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આનંદનગર શેરી નં ૧ માં રહેતા આરોપી ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, જગદીશભાઈ મોતીભાઈ નૈયા, યાશીન રહીમ દલ અને ઉમેદ દાઉદ પઢીયાર એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૩૦,૧૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

