Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan : વિંછીયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બહેનપણીના પતિનું અવારનવાર દુષ્કર્મ

    May 14, 2026

    Rajkot: વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રમિક યુવકના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

    May 14, 2026

    Rajkot: NSUI દ્વારા NTAની નનામી કાઢી વિરોધ પ્રદર્શન :20થી વધુ કાર્યકરોની અટકાયત

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan : વિંછીયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બહેનપણીના પતિનું અવારનવાર દુષ્કર્મ
    • Rajkot: વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રમિક યુવકના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ
    • Rajkot: NSUI દ્વારા NTAની નનામી કાઢી વિરોધ પ્રદર્શન :20થી વધુ કાર્યકરોની અટકાયત
    • Rajkot: રેશનીંગના છ દૂકાનદારોને રૂા.1.72 લાખથી વધુનો દંડ ફટકારતા D.S.O.
    • Rajkot: લોનના હપ્તાની ઉઘરાણી મામલે બેંકના ફાયનાન્સ કલેકશન મેનેજર પર હુમલો
    • Rajkot: એસ.ટી. યુનિયનો પાણીમાં બેસી ગયા! તા.25થી લડતનું એલાન મોકુફ
    • Rajkot: કિશાનપરા નજીક ફ્લેટનું કામ કરનાર મિસ્ત્રીએ ઠગાઈ આચરી
    • તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Malegaon blast માં સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિત સાત આરોપીઓ નિર્દોષ
    અન્ય રાજ્યો

    Malegaon blast માં સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિત સાત આરોપીઓ નિર્દોષ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 31, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.31
    2008ના માલેગાવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષ પછી આવેલા ચુકાદામાં ખાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) અદાલતે ભાજપના પુર્વ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર તથા લશ્કરના પુર્વ લેફ.કર્નલ પ્રસાદ પુરોહીત સહિત તમામ સાત આરોપીઓનો નિર્દોષ છુટકારો કર્યો છે.

    નાસિકના માલેગાવમાં 29 સપ્ટેમ્બર 2008ના થયેલા બોમ્બ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. જેમાં આજે ખાસ એનઆઈએ કોર્ટે આપેલા ચુકાદામાં આરોપીઓ સામે કોઈપણ અપરાધ સાબીત થતો ન હોવાનું જણાવ્યું હતું. આ બોમ્બ ધડાકાના હિન્દુ અને ભગવા આતંકવાદ તરીકે બદનામ કરાયો હતો અને તેમાં સાધ્વી પ્રજ્ઞા સહિતના આરોપીઓ સામે યુએપીએ સહિતની કલમો લગાવી હતી.

    જેમાં આજે ખાસ એનઆઈએ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલના ચેસીઝ નંબર જે ભૂંસી નંખાયા હતા પરંતુ તે મોટર સાયકલ પ્રજ્ઞા ઠાકુરનું હોવાનું કોઈ વિશ્વાસપાત્ર પુરાવા નથી અને અદાલતે એ પણ નોંધ્યું કે પ્રજ્ઞા ઠાકુરે આ બ્લાસ્ટના બે વર્ષ પુર્વે જ સંન્યાસ લઈ લીધો હતો.

    તેઓ સામાજીક રીતે અલગ થઈ ગયા હતા. ખાસ કોર્ટના ન્યાયમૂર્તિએ એ પણ જણાવ્યું કે જે સ્થળે બોમ્બ મુકાયો હતો તે ત્યાં મળેલ મોટરસાયકલ મારફત જ મુકાયો હતો તે સાબીત થયુ નથી. ઉપરાંત તપાસના સમયે વિસ્ફોટકના સ્થળનું યોગ્ય બેરીકેટેડ કરવામાં આવ્યું ન હતું જેના કારણે પુરાવાઓને યોગ્ય રીતે મેળવી શકાયા ન હતા.

    ઉપરાંત ઈજાગ્રસ્તોની સંખ્યા અંગે પણ હાઈકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યા હતા. અદાલતે એ નોંધ્યું હતું કે લેફ. કર્નલ પ્રસાદ પુરોહિત એ આરડીએકસ તેમના નિવાસે રાખ્યો હતો તે કાશ્મીરથી મેળવાયો હતો અને તેમના નિવાસે જ તેમાંથી વિસ્ફોટક બનાવાયા હતા તે પણ સાબીત થતુ નથી.

    અદાલતે આ સમયે ભગવા આતંકવાદની થિયરીને ફગાવતા કહ્યું કે વાસ્તવમાં આતંકને કોઈ ધર્મ હોતો નથી અને તેથી જ તેને ભગવા આતંકવાદ તરીકે પણ સ્વીકારી શકાય નહી. સાધ્વી પ્રજ્ઞા સહિતના તમામ આરોપીઓ હાલ જામીન પર હતા અને તેઓ આજે અદાલતમા હાજર હતા જેમાં તમામનો નિર્દોષ છુટકારો થતા અદાલતમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

    શું થયુ હતું માલેગાવ બ્લાસ્ટમાં
    અભિનવ ભારત સંગઠન મારફત હિન્દુ રાજયની સ્થાપના માટે આતંકી કૃત્ય કરાયાનો આરોપ હતો
    અદાલતે આજે જે આરોપીઓને દોષમુક્ત કર્યા છે તેમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત ઉપરાંત મેજર રમેશ ઉપાધ્યાય અજય રાનીકર, સમીર કુલકર્ણી, સુધાકર ચતુર્વેદી અને સુધાકર દ્વીવેદીનો સમાવેશ થાય છે.

    અગાઉ યુપીએ સરકારના સમયમાં નોંધાયેલા કેસમાં અભિનવ ભારત સંગઠન મારફત એક મોટુ ષડયંત્ર રચવામાં આવ્યુ હોવાનું જણાવીને કેન્દ્રીય હિન્દુ સરકાર રચવા માટે માલેગાવમાં મુસ્લીમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં એક બોમ્બ વિસ્ફોટ કરાયો હોવાનું બહાર આવ્યું હતું.

    તેની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સુપ્રત કરાઈ હતી જેમાં કર્નલ પુરોહિતે કાશ્મીરમાંથી આરડીએકસ મેળવીને પ્રજ્ઞા ઠાકુર અને અન્યની મદદથી મોટરસાયકલ પર બોમ્બ ગોઠવીને તેનો વિસ્ફોટ થાય તેવી વ્યવસ્થા કરી હતી.

    આ સમગ્ર કેસ 18 વર્ષ ચાલ્યો અને પાંચ ન્યાયમૂર્તિઓ બદલાયા હતા અને હાલના ન્યાયમૂર્તિ એ.કે.લાહોટી પોતાનો ચુકાદો આપી શકે તે માટે તેમની નિવૃતિ વયમર્યાદા ખાસ કેસમાં વધારાઈ હતી. આજે અદાલતે 4528 પાનાનો પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કુલ 323 સાક્ષીઓને તપાસાયા હતા અને 37 તેમાં હોસ્ટાઈલ જાહેર થયા હતા.

    Colonel Purohit Malegaon blast Sadhvi Pragya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026
    મુખ્ય સમાચાર

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Bengal પરમિટ વિના નહીં થાય પશુ વધ, શાળાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત

    May 14, 2026
    રાષ્ટ્રીય

    Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી

    May 14, 2026
    રાષ્ટ્રીય

    EPFO ના 7 કરોડ સબસ્ક્રાઇબર્સને થશે ફાયદો, સમગ્ર પ્રક્રિયા થશે ઓટોમેટિક

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jasdan : વિંછીયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બહેનપણીના પતિનું અવારનવાર દુષ્કર્મ

    May 14, 2026

    Rajkot: વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રમિક યુવકના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

    May 14, 2026

    Rajkot: NSUI દ્વારા NTAની નનામી કાઢી વિરોધ પ્રદર્શન :20થી વધુ કાર્યકરોની અટકાયત

    May 14, 2026

    Rajkot: રેશનીંગના છ દૂકાનદારોને રૂા.1.72 લાખથી વધુનો દંડ ફટકારતા D.S.O.

    May 14, 2026

    Rajkot: લોનના હપ્તાની ઉઘરાણી મામલે બેંકના ફાયનાન્સ કલેકશન મેનેજર પર હુમલો

    May 14, 2026

    Rajkot: એસ.ટી. યુનિયનો પાણીમાં બેસી ગયા! તા.25થી લડતનું એલાન મોકુફ

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan : વિંછીયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બહેનપણીના પતિનું અવારનવાર દુષ્કર્મ

    May 14, 2026

    Rajkot: વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રમિક યુવકના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

    May 14, 2026

    Rajkot: NSUI દ્વારા NTAની નનામી કાઢી વિરોધ પ્રદર્શન :20થી વધુ કાર્યકરોની અટકાયત

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.