Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ખરીદેલી ૧૭ વિઘા જમીન પર વિવાદ, વારસદારે ઉઠાવ્યો વાંધો; કલેક્ટરે રિવિઝન અરજી ફગાવી
    રાજકોટ

    Rajkot: સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ખરીદેલી ૧૭ વિઘા જમીન પર વિવાદ, વારસદારે ઉઠાવ્યો વાંધો; કલેક્ટરે રિવિઝન અરજી ફગાવી

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૦

    રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાએ હીરાસર એરપોર્ટ નજીક ખરીદેલી ૧૭ વિઘા જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. જમીનની વારસાઈ નોંધમાં નામ છુપાવીને જમીન વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ વારસદાર દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર મામલે રાજકોટ કલેક્ટરે મદદનીશ કલેક્ટરના અગાઉના નિર્ણયને યથાવત રાખીને રિવિઝન અરજી ફગાવી દીધી છે.

    હીરાસર ગામના જૂની શરતના રેવન્યુ સર્વે નંબર ૩૪ની આશરે ૨.૨૫ હેક્ટર એટલે કે ૧૭ વિઘા જમીન મામદ ચલાંગા સહિતના સંયુક્ત ખાતેદારોના નામે નોંધાયેલી હતી. ફેબ્રુઆરી ૨૦૨૩માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ મારફતે આ જમીન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા સહિત ત્રણ ખરીદદારોને વેચવામાં આવી હતી અને ત્યારબાદ વેચાણ નોંધ પણ મંજૂર કરવામાં આવી હતી.

    સલમાબેન હારૂનના વારસદાર રેશ્માબેન હનીફભાઈ વરોધે આ વેચાણ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનો આક્ષેપ હતો કે વર્ષ ૨૦૨૧માં વારસાઈ નોંધ કરતી વખતે તેમના મામાઓએ તેમની સ્વર્ગસ્થ માતા સલમાબેનનું નામ જાણી જોઈને છુપાવ્યું હતું. તેમની સંમતિ કે જરૂરી નોટિસ વિના જમીનનું વેચાણ કરી દેવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

    વારસદારે પ્રથમ મદદનીશ કલેક્ટર સમક્ષ અને ત્યારબાદ કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી. જોકે, સાંસદના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે વિવાદિત જમીન અંગે અપીલ દાખલ કરવામાં આશરે ચાર વર્ષનો વિલંબ થયો છે અને આ વિલંબ માટે કોઈ યોગ્ય કારણ રજૂ કરવામાં આવ્યું નથી.

    કલેક્ટરે રેવન્યુ રેકર્ડ અને સમગ્ર મામલાને ધ્યાનમાં લઈને નોંધ્યું કે વારસાઈ નોંધમાં નામ છુપાવવાનો વિવાદ જમીનનું વેચાણ થઈ ગયા બાદ આશરે બે વર્ષ પછી ઉઠાવવામાં આવ્યો હતો. વેચાણ દસ્તાવેજ બાદ ત્રાહિત પક્ષકારોના હિતો પણ ઊભા થયા હોવાથી માત્ર મહેસૂલી કાર્યવાહીથી આ વિવાદનો અંત લાવી શકાય નહીં.

    કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે વેચાણ દસ્તાવેજ રદ કરાવવાનો પ્રશ્ન હોય અથવા અરજદાર કાયદેસરના વારસદાર છે કે નહીં તે નક્કી કરવાનો મુદ્દો હોય, તો તેના માટે સિવિલ કોર્ટનો સંપર્ક કરવો જરૂરી છે. આવા હક અને દસ્તાવેજ સંબંધિત વિવાદમાં મહેસૂલી કોર્ટ દ્વારા હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી.સુનાવણી દરમિયાન સાંસદના વકીલે દલીલ કરી હતી કે જમીન અંગે ખોટો વિવાદ ઊભો કરીને સાંસદ સહિત ત્રણેય ખરીદદારો પાસેથી આર્થિક વળતર મેળવવાના હેતુથી રિવિઝન અરજી કરવામાં આવી હોવાનું જણાય છે.

    તમામ દલીલો અને રેવન્યુ રેકર્ડને ધ્યાનમાં લીધા બાદ રાજકોટ કલેક્ટરે મદદનીશ કલેક્ટરના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે વારસદાર દ્વારા કરવામાં આવેલી રિવિઝન અરજી ફગાવી દેવામાં આવી છે. જમીનના માલિકી હક અથવા વેચાણ દસ્તાવેજને પડકારવાનો પ્રશ્ન હવે સિવિલ કોર્ટમાં ઉકેલી શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: પિતાની પુણ્યતિથિનું બહાનું બતાવી ડ્રાયફ્રૂટ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ
    Next Article કોઈ પણ રાજકીય પક્ષે પ્રચાર માટે મારો સંપર્ક કર્યો નથી; પીએમ અને સીએમને ટેકો આપવો એ મારી ફરજ છે: Madhavan
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ૩ લાખના બદલામાં પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા!

    August 12, 2026
    રાજકોટ

    મિલકત નામે કરાવવા દાદા-દાદી પર પુત્રવધૂ અને પૌત્રીઓનો અત્યાચાર, તેલ-પાણી ઢોળી જાનથી મારી નાખવાનો પ્રયાસ

    August 12, 2026
    રાજકોટ

    દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે

    August 12, 2026
    રાજકોટ

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપ માલિક પર હુમલો

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનદારો વચ્ચે થયેલી મારા-મારીમાં વેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,420
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,240
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 23:15
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.