Colombia,તા.11
દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં ૭.૪ની તીવ્રતાવાળો વિનાશક ભૂકંપ ત્રાટકતાં મળતા પ્રારંભિક આંકડા મુજબ ૨૦ના મોત થયા છે અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપમાં જાનમાલને મોટાપાયા પર નુકસાન થયું છે. ભૂકંપના ઝાટકા રાજધાની બોગોટાની સાથે પડોશી દેશ વેનેઝુએલામાં પણ અનુભવાયા. ભૂકંપના ઝાટકાના લીધે લોકોએ પોતાના ઘરો અને ઇમારતો ખાલી કરવી પડી.
આ આંચકા એટલા તીવ્ર હતા કે છેક ઇક્વાડોર સુધી તે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બોગોટાથી લગભગ ૪૦૦ કિ.મી. પશ્ચિમમાં સેને હોજે ડેલ પાલ્મર પાસે હતું.
કોલંબિયાના નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૭.૪ હતી અને તે ૭૯ કિ.મી.ની ઉંડાઈએ આવ્યો હતો.
ચોકોની રાજધાની નૂબિયા કેરોલિના કાર્ડોબા-ક્યૂરીએ જણાવ્યું હતું કે પ્રાંતીય રાજધાની ક્વિબડોમાં લોકો ઘાયલ થયા છે અને ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. તેમણે ભૂકંપ પછી ઝાટકા લાગવાની પણ ચેતવણી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પણ આની જાણકારી આપી હતી. આ ભૂકંપનના લીધે કોલંબિયામાં કેટલીય ઇમારતો પત્તાના મહેલની માફક તૂટી પડી છે. મોટાપાયા પર લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની પણ સંભાવના છે. બચાવ અને રાહત કાર્ય પૂરજોશમાં છે, પરંતુ સરકારી સાધનો ટાંચા પડી રહ્યા છે.
ભૂકંપના લીધે કોલંબિયાના પેરેઇરા શહેરમાં ૧૮ અને મેનિઝેલ્સમાં બેના મોત થયા છે, ભૂકંપનો આંચકો કોલંબિયાના પશ્ચિમી શહેરોમાં વધુ તીવ્રતાથી અનુભવાયો હતો. તેમા પેરેઇરા,ક્વિબ્દો, કેલી અને મેનિઝેલ્સનો સમાવેશ થાય છે.
આ ચારેય શહેરોમાં મોટાપાયા પર ખાનાખરાબી સજાઈ છે. આ પહેલા વેનેઝુએલામાં આ વર્ષે આવેલા ભૂકંપમાં પાંચ હજારથી વધુ લોકોના મોત થયા હતા. હવે આ જ સ્થિતિનું પુનરાવર્તન કોલંબિયામાં થયું હોવાનું મનાય છે.

