Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagarમાં ભયંકર અકસ્માત, કારની ટ્રક સાથે ટક્કરમાં ૩નાં મોત

    September 26, 2026

    2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagarમાં ભયંકર અકસ્માત, કારની ટ્રક સાથે ટક્કરમાં ૩નાં મોત
    • 2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ
    • Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
    • આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ
    • New Delhi: ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે
    • Trump ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર થયાં
    • Congoમાં પ્લેન ક્રેશ, સૈન્યના બે મોટા અધિકારી સહિત ૧૪ના મોત
    • Yashpal Sharmaનો રેવન્યૂ ક્લાર્ક ભાઈ રાજેશ ૩૦૦૦ની લાંચ લેતા પકડાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ
    રાષ્ટ્રીય

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાયપુર સહિત અનેક જિલ્લા જળબંબાકાર, જનજીવન ઠપ્પ, રાંચીમાં વીજળીના થાંભલા ઉખડી જતા અંધારપટ

    NewDelhi, તા.૨૬

    બંગાળની ખાડીમાં બનેલા ‘Arnab Stormsએ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાના પ્રદેશોમાં ભારે કરે મચાવ્યા પછી છત્તીસગઢમાં પણ ખાનાખરાબી કરી હતી. અર્નબ વાવાઝોડાના કારણે છત્તીસગઢમાં હવામાન બદલાતા અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું, સ્કૂલો બંધ કરાઈ હતી, ટ્રેનો અને ફ્લાઈટ્‌સ રદ કરાઈ હતી.

    એ જ રીતે ઝારખંડમાં પણ અસાધારણ વરસાદના કારણે ૨૪ ફ્લાઈટ રદ કરાઈ હતી, વૃક્ષો-વીજળીના થાંભલા ઉખડી ગયા હતા, જેથી અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.અર્નબ વાવાઝોડાંએ ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયા કિનારાના ક્ષેત્રોમાં ભારે તારાજી સર્જી હતી. ચક્રવાત બુધવારે મોડી રાત પછી ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયા કિનારે ટકરાયું હતું. તેની અસરથી બંને રાજ્યોમાં મૂશળધાર વરસાદ પડયો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. વરસાદના કારણે ગુરુવારે દક્ષિણ ઓડિશાના ૧૦ જિલ્લામાં સ્કૂલો બંધ રખાઈ હતી. ૫,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા હતા.

    નેશનલ હાઈવે પણ સુરક્ષાના કારણે બંધ કરી દેવાયો હતો.ઓડિશા અને આંધ્રના દરિયા કિનારે ટકરાયા પછી અર્નબ વાવાઝોડું થોડું નબળું થયું હતું, પરંતુ તેની અસરના પગલે છત્તીસગઢ અને ઝારખંડમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત અનેક જિલ્લામાં વરસાદથી સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.રાયપુરની આજુબાજુ નદીઓ બંને કાંઠે વહેવા લાગી હતી. રાયપુર, દુર્ગ અને બાલોદ સહિત અનેક જિલ્લામાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. આ સાથે કિરંદુલ-વિશાખાપટ્ટનમ રુટની ટ્રેનો રદ કરાઈ હતી તેમજ જગદલપુર-હૈદરાબાદ ફ્લાઈટ રદ કરાઈ હતી.ઝારખંડમાં પણ ભારે વરસાદથી જનતાએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

    અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા, જેથી અનેક વિસ્તારોમાં અંધકાર છવાઈ ગયો હતો. રાંચીમાં રસ્તા પરથી પસાર થતી એક સ્કૂલ બસ પર વૃક્ષ પડયું હતું, પરંતુ વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. રાંચીમાં ભારે વરસાદના કારણે બિરસા મુંડા એરપોર્ટ પર ૨૪ ફ્લાઈટ રદ કરાઈ હતી. અનેક જિલ્લામાં સ્કૂલો બંધ રખાઈ હતી અને શનિવારે પણ સ્કૂલો બંધ રાખવા આદેશ અપાયો હતો.

    Arnab Storms
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhi: ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે
    Next Article Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે

    September 26, 2026
    રાષ્ટ્રીય

    નાર્કો કિંગપિન’ પાર્વતીની New Delhiમાં ધરપકડ

    September 25, 2026
    રાષ્ટ્રીય

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026
    રાષ્ટ્રીય

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026
    રાષ્ટ્રીય

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 18:48
    Categories
    Latest News

    Surendranagarમાં ભયંકર અકસ્માત, કારની ટ્રક સાથે ટક્કરમાં ૩નાં મોત

    September 26, 2026

    2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    New Delhi: ખાનગી હોસ્પિટલો સસ્તી દવા-મેડિકલ સામાન દર્દીઓને મોંઘા ભાવે વેચે છે

    September 26, 2026

    Trump ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર થયાં

    September 26, 2026

    Congoમાં પ્લેન ક્રેશ, સૈન્યના બે મોટા અધિકારી સહિત ૧૪ના મોત

    September 26, 2026
    Search
    Main News

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagarમાં ભયંકર અકસ્માત, કારની ટ્રક સાથે ટક્કરમાં ૩નાં મોત

    September 26, 2026

    2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.