(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૧
Amreli જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇએ શરીર સંબંધી તેમજ મિલ્કત સંબંધી ગુનાઓ આચરતા આરોપીઓની માહિતી મેળવી તેને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતી
જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એમ.એમ.ઝાલા તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટાફ દ્વારા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૯ (૪), ૫૪ મુજબ ફરીયાદમાં જણાવ્યા મુજબ બે અજાણ્યા આરોપી ઇસમોનુ વર્ણન કરેલ જેમા એક ઉંચો, શ્યામવર્ણવાળો અને બીજો ઉજળો, લાંબા વાળવાળા મોબાઇલ ફોન જેની કિમત રૂા.૪૦૦૦ ની લુંટ કરી જતા રહેલ હોય જેથી ઉપરોકત વર્ણન વાળા બંન્ને આરોપી ઇસમોની હ્યુમ્ન અને ટેકનીકલ સોર્સીસ આધારે ગણતરીની કલાકોમા શોધી કાઢી અમરેલી, મીની કસ્બાવાડ, ગની મસ્જીદની આગળ, શેરી નં. ૨ માં રહેતા મહેબુબભાઇ ઉર્ફે લાંબો ઇકબાલભાઇ વાઘેલા તથા અમરેલીના એસ.ટી. ડેપોની પાછળ, હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૧૮૫માં રહેતા હિરેનભાઇ ધીરૂભાઇ માલવી નામના આરોપી પાસેથી મોબાઇલ ફોન તથા મોટર સાયકલ નં. ૠઉં-૧૪-ઇઋ-૫૧૭૩ છે. જે ગ્રીનીસ બ્લુ કલરની છે.જે મોટર સાયકલની કિ.રૂ.૩૦,૦૦૦/-રીકવર કરી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

