(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨
મોરબી તાલુકા પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રથમ બનાવમાં મોરબીના શક્તિ ચેમ્બર પાછળ સનસીટી સિરામિક અંદર ઉમિયા મિનરલ ફેક્ટરી લેબર ક્વાર્ટરમાં રહીને કમ્જુરી કરતા ચંદાબેન ભુરાભાઈ પાન (ઉ.વ.૩૦) નામની મહિલા કામ કરતી વખતે રાત્રે ૩ વાગ્યે મશીનના બેલ્ટમાં આવી જતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના રંગપર ગામની સીમમાં સેન્તાગોન સિરામિકમાં રહીને કામ કરતા અર્જુનભાઈ રાયસંગભાઈ મજહી (ઉ.વ.૩૭) નામના યુવાને લેબર કોલોનીના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું ત્રીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના ઘૂટું ગામની સીમમાં કઝારીયા સિરામિકમાં રહીને કામ કરતા ઉમેશ મુનાભાઈ રાવત (ઉ.વ.૩૬) નામના યુવાન કારખાનામાં કામ કરતી વખતે બોઈલર પાસે પગ લપસી જતા ગરમ પાણીમાં પડી જતા શરીરે દાઝી જતા સારવારમાં મોત થયું હતું મોરબી બી ડીવીઝન અને તાલુકા પોલીસે ત્રણેય બનાવો મામલે વધુ તપાસ ચલાવી છે

