૪૦૦૦ થી વધુ ખેડૂતોને આજે બોલાવ્યા હતા કલેકટર કચેરીએ ૧૦ હજારથી વધુ એકત્ર થયા
(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૫ઃ
ખેડૂતોને ધરાર કમિટીમાં બેસાડવા માટે બે દિવસ પૂર્વે નોટીસ આપ્યા બાદ આજે હાજર થવાની તારીખે કલેકટર કચેરીએ હજારો ખેડૂતો એકત્ર થયા હતા અંદાજે ૧૦ હજારથી વધુ ખેડૂતો મહિલાઓ અને બાળકોને લઈને કચેરી પહોંચ્યા હતા અને ફૂડ પેકેટ સાથે આવ્યા હતા બપોરે ફૂડ પેકેટ કલેકટર કચેરીના ગ્રાઉન્ડમાં બેસી ખાઈ લીધા હતા ખેડૂતોએ પરિપત્ર માન્ય જ નથી અને કમિટીમાં બેસવાનો વિરોધ કરી વાંધા અરજીઓ આપી હતી
મોરબીના જેતપર ગામે ગુજરાત સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતો વીજ લાઈન વળતર મુદે ચાર માસ કરતા વધુ સમયથી લડત ચલાવી રહ્યા છે ખેડૂતોને ૪-૭-૨૬ નો પરિપત્ર માન્ય નથી અને કમિટીમાં પ્રતિનિધિ નીમવાની સ્પષ્ટ ના પાડી દીધી છતાં બે દિવસ પૂર્વે જેતપર ગામના ખેડૂતોને નોટીસ આપી તા. ૨૫ ના રોજ કલેકટર કચેરીએ કમિટીની બેઠકમાં હાજર રહેવા સુચના આપી હતી અને ખેડૂત અથવા પ્રતિનિધિ હાજર ના રહે તો તેઓ કમિટીમાં ભાગ લેવા માંગતા નથી તેમ માનીને કચેરી ખાતેથી વેલ્યુઅર નીમવાની કામગીરી કરાશે તેવી નોટીસ આપી હતી આજે પાંચ તાલુકાના ૪૦૭૩ ખેડૂતોને બોલાવ્યા હતા જેમાં જેતપર સહિતના ગામના ૧૦ હજારથી વધુ ખેડૂતો કલેકટર કચેરીએ ઉપસ્થિત રહીને કમિટી વિરોધમાં વાંધા અરજીઓ આપી હતી
આંદોલન સમિતિના સભ્ય નેહુલ અમૃતિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ ૧૮ વર્ણને સાથે રાખી ગુજરાતના ૫૬ લાખ ખેડૂતોની ખેડૂત મહા પંચાયત દિવાળી બાદ કરવામાં આવશે ખેડૂત પોતાનો હક માંગે છે ખેતી કરે તે ખેડૂત છે દરેક સમાજના ખેડૂતો પોતાની સમાજની સંસ્થાઓ પાસે લેખિત તૈયાર છે તે લઈને જાય અને લેખિતમાં સમર્થન માંગે ૨૪ મુદાની માંગણી સાથે ૪ મહિનાથી લડત ચાલી રહી છે દરેક સમાજની સંસ્થાઓ પાસે લેખિતમાં સમર્થન આપો છો કે નહિ તે લેવાનું છે જે સમાજ સપોર્ટ આપશે તેને મહાપંચાયતમાં એ સંસ્થા અને સમાજ આગેવાનોને આગળ કરશું તેમ જણાવ્યું હતું
આંદોલન સમિતિના નિકેત પંચાસરાએ જણાવ્યું હતું કે રેવન્યુ તલાટીએ નોટીસ આપી હતી તેમાં મુદા નં ૪ એવો હતો કે ખેડૂત અથવા તેનો પ્રતિનિધિ ગેરહાજર રહેશે તો કચેરી વેલ્યુઅર નીમવાની કામગીરી કરશે ખેડૂતોને ધરાર કમિટીમાં બેસાડવા દબાણ કરવામાં આવે છે પરિપત્ર માન્ય નથી તો કમિટીમાં પ્રતિનિધિ નીમવાનો પ્રશ્ન જ નથી અમારા હકો છીનવે છે ખેડૂતોએ વાંધા અરજી આપી હોવાનું જણાવ્યું હતું
આંદોલન સમિતિના રાજુભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે ખેતી કરે ઈ ખેડૂત, જે સમાજ ખેતી કરે છે તે તમામ સમાજના ખેડૂતોને આહ્વાન કર્યું હતું કે સમાજની સંસ્થાઓ, મંદિર ટ્રસ્ટ પાસેથી સમર્થન માંગો અને દિવાળી બાદ ખેડૂત મહાપંચાયત કરવા જઈ રહ્યા છીએ તેમાં સમાજ આગેવાનોને સ્ટેજ પર બેસાડીશું, સંતો-મહંતોને સ્ટેજ પર સ્થાન આપી તેમના આશીર્વાદ મેળવી આંદોલનને વધુ વેગવંતુ બનાવાશે
ગત તા. ૨૩ ના રોજ નોટીસ આપી જેમાં બેઠક તા. ૨૫ ના રોજ યોજાનાર હોય જેમાં હાજર ના રહેનાર ખેડૂતોની જમીનની કીમત સરકારી તંત્ર નક્કી કરી નાખશે તે મુદે ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે ૪ નંબર મુદો કાયદા વિરુદ્ધ છે, ગર્ભિત ધમકી આપી હતી જેથી કલેકટર આ મુદે કાયદાકીય સ્પષ્ટીકરણ કરે. પરિપત્રમાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત પ્રતિનિધિની નિમણુક કરાશે જે બજાર કીમત નક્કી કરશે તેવું લખ્યું છે તો કલેકટર વેલ્યુઅર નમી જમીન કીમત કેવી રીતે નક્કી કરી સકે આનું લેખિત સ્પષ્ટીકરણ માંગ્યું છે ખેડૂતો પોતાના સમાજની સંસ્થાઓ પાસે જઈને સમર્થન માંગશે
જીલ્લા કલેકટર સ્વપનીલ ખરેએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ૪-૭ ના પરિપત્ર મુજબ કમિટી બનાવી ૧૦૯ ખેડૂતોની જમીનનું વેલ્યુએશન પૂર્ણ થયું છે જેમાં ૪૪ ખેડૂતોને વળતરની રકમ ખાતામાં જમા થઇ ચુકી છે આજે ખેડૂતોને બોલાવી ૫ તાલુકા પ્રમાણે ૫ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી હતી ખેડૂતો પોતાના વેલ્યુઅર નક્કી કરી સકે તેમજ બહાર રહેતા હોય તેવા ખેડુતોને પુરતો સમય આપી તક આપવામાં આવશે

