(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨
જામનગર, તા. ૧૨ જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચેશ્વર ટાવર પાસે જાહેર રોડ પરથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, તા. ૧૨ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે પંચેશ્વર ટાવર પાસે જાહેર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અજયસિંહ મનુભા દેદા (ઉં.વ. ૩૨, રહે. ઈવા પાર્ક, જામનગર) અને દિવ્યરાજસિંહ નવનસિંહ પરમાર (ઉં.વ. ૩૦, રહે. રામેશ્વરનગર, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે બંને પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પાઈપર્સ ડીલક્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની કંપની સીલબંધ કાચની ૫ બોટલ, કિંમત રૂ. ૭,૩૭૨.૫૫, તેમજ ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કીના પ્લાસ્ટિકના ૪ ચપલા, કિંમત રૂ. ૪૦૦, મળી કુલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
આ ઉપરાંત પોલીસે એક જ્યુપિટર મોટરસાઇકલ, કિંમત રૂ. ૪૦,૦૦૦ અને મોબાઇલ ફોન, કિંમત રૂ. ૧૦,૦૦૦ સહિત કુલ રૂ. ૫૭,૭૭૨.૫૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૯૮(૨) અને ૮૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાબતે તપાસ હાથ ધરી છે.

