Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ભગંદરનું સામાન્ય ઓપરેશન કરાવવા ગયેલાં વૃદ્ધા એનેસ્થેસિયા બાદ કાયમી પથારીવશ
    સૌરાષ્ટ્ર

    ભગંદરનું સામાન્ય ઓપરેશન કરાવવા ગયેલાં વૃદ્ધા એનેસ્થેસિયા બાદ કાયમી પથારીવશ

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તબીબોની બેદરકારી સામે પરિવારમાં રોષ

    જીજ્ઞેશ પટેલ Manavadar તા.૧૨

    સામાન્ય રીતે ડોક્ટરને સમાજમાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ જૂનાગઢમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણાવદર તાલુકાના લીંબુડા ગામના વૃદ્ધા પ્રભાબેન ભૂપતભાઈ મોરી ભગંદરનું સામાન્ય ઓપરેશન કરાવવા પોતાના પગે ચાલીને હોસ્પિટલ ગયા હતા, પરંતુ કમરમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ તેઓ કાયમી માટે પથારીવશ થઈ ગયા છે. તબીબી બેદરકારીના કારણે દર્દીનો છાતીથી નીચેનો ભાગ કાયમી પેરાલાઇડ થઈ ગયો હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ જવાબદાર તબીબો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, જૂનાગઢ મનપા આરોગ્ય વિભાગ સહિત મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી છે.

    લીંબુડાના પ્રભાબેન જૂનાગઢની યુનિક હોસ્પિટલમાં ડોક્ટર દિવ્યાંગ પટેલ પાસે સારવાર અર્થે આવ્યા હતા. ઓપરેશન પહેલાંના તમામ પ્રાથમિક મેડિકલ રિપોર્ટ સંપૂર્ણ નોર્મલ આવ્યા હતા. દર્દીના જણાવ્યા અનુસાર, ઓપરેશન થિયેટરમાં કમરમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપતી વખતે તેઓ ચીસો પાડી ઉઠ્યા હતા અને થોડી જ વારમાં છાતીથી નીચેનો આખો ભાગ નિષ્ક્રિય થઈ ગયો હતો. સ્થિતિ વધુ વણસતાં તેમને તાત્કાલિક જૂનાગઢની ત્રિમૂર્તિ આઈ.સી.યુ. અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સાર્થક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

    પીડિતાના પતિ ભૂપતભાઈ અને ભાણેજ પરસોતમભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ૧૧ લાખ રૂપિયાનો મોટો ખર્ચ કરવા છતાં દર્દીની હાલતમાં કોઈ જ સુધારો થયો નથી. એક ઇન્જેક્શન રૂ. ૨૨,૦૦૦ નું આવે તેવા ૨૨ જેટલા લોહી શુદ્ધિકરણ અને પ્લામાના ઇન્જેક્શન આપવા છતાં પરિસ્થિતિ ગંભીર રહી છે. પરિવારનો દાવો છે કે પોતાની ભૂલ સમજાતાં જ તબીબોએ ઓપરેશન કે સારવારનો કોઈ ચાર્જ લીધો નહોતો. પીડિત વૃદ્ધાએ નરક જેવી જિંદગી જીવવાની અસહ્ય પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘‘હું અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છું અને જો મારું મૃત્યુ થશે તો તેના જવાબદાર પણ આ ડોક્ટરો જ રહેશે.‘‘

    બીજી તરફ, યુનિક હોસ્પિટલના ડો. દિવ્યાંગ પટેલે સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે, ક્વાલિફાઇડ એનેસ્થેટિસ્ટ દ્વારા નિયમ મુજબ સ્પાઇનલ એનેસ્થેસિયા આપી ઓપરેશન સફળતાપૂર્વક કરાયું હતું. પરંતુ રિકવરી રૂમમાં એનેસ્થેસિયાની અસર ધાર્યા મુજબ ઓછી ન થતાં એમ.આર.આઈ. કરાવવામાં આવ્યો હતો. એમ.આર.આઈ. રિપોર્ટ મુજબ આ સ્થિતિ કોઈ દવાની ગંભીર એલર્જી કે શારીરિક પ્રતિક્રિયા હોઈ શકે છે. જ્યારે એનેસ્થેસિયા આપનાર ડો. દેવેન ગોહિલે જણાવ્યું હતું કે, મેડિકલ સાયન્સમાં આ અત્યંત દુર્લભ અને જૂજ કિસ્સાઓમાં બનતી ઘટના છે. તેમણે દર્દીની સ્થિતિ સુધારવા રાજકોટ સુધી જઈને પણ જરૂરી તબીબી સહયોગ આપ્યો હતો.

    Manavadar Manavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: જોધપર ગામે ઝઘડા બાબતે અરજીનો ખાર રાખી દંપતીએ મહિલાને માર માર્યો
    Next Article Jamnagar: વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા, રૂ. ૫૭,૭૭૨નો મુદ્દામાલ કબજે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ૩ લાખના બદલામાં પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા!

    August 12, 2026
    રાજકોટ

    મિલકત નામે કરાવવા દાદા-દાદી પર પુત્રવધૂ અને પૌત્રીઓનો અત્યાચાર, તેલ-પાણી ઢોળી જાનથી મારી નાખવાનો પ્રયાસ

    August 12, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપ

    August 12, 2026
    જૂનાગઢ

    Junagadh વંથલીમાં મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતો ઊભો પાક સળગાવવા મજબૂર

    August 12, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar: ૧૪ ઑગસ્ટના રોજ કોડીનારમાં અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી થશે

    August 12, 2026
    અમરેલી

    Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,650
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 03:26
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.