પ્રિયંકા ચોપરા જોનાસ સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલર ‘બ્લુફ્લાય’માં રસેલ ક્રો સાથે જોવા મળશે
Mumbai, તા.૧૨
પ્રિયંકા ચોપરા જોનાસ હોલિવૂડ અને બોલિવૂડ બંનેમાં એક પછી એક પોતાની ફિલ્મ પસંદ કરી રહી છે. પ્રિયંકાએ હવે પોતાની હોલીવૂડ કારકિર્દીમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેર્યો છે. તે હવે ઓસ્કાર વિજેતા એક્ટર રસેલ ક્રો સાથે આગામી સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલર ‘બ્લુફ્લાય’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મનું દિગ્દર્શન ‘પ્રેડેટર્સ’ અને ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ સાથે જોડાયેલા નિમરોડ એન્ટલ કરશે. જ્યારે તેની સ્ક્રિપ્ટ ડેવિડ ફ્રિગેરિયો, વિલિયમ યુબેન્ક અને કાર્લાઇલ યુબેન્કે લખી છે.તાજેતરમાં જ પ્રિયંકા ઓર્લાન્ડો બ્લૂમ સાથે સર્વાઇવલ થ્રિલર ‘રીસેટ’માં જોવા મળશે તેવી જાહેરાત થઈ હતી. આ વર્ષે તેની પ્રાઇમ વિડિયો ફિલ્મ ‘ધ બ્લફ’ વૈશ્વિક સ્તરે નંબર-વન પર પહોંચી હતી. ત્યારબાદ તે ઇદ્રિસ એલ્બા અને જોન સીના સાથેની એક્શન-કોમેડી ‘હેડ્સ ઓફ સ્ટેટ’માં જોવા મળી હતી, જે પ્રાઇમ વિડિયોની ચોથી સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની હતી.આ ફિલ્મને ૭૮મા પ્રાઇમટાઇમ એમી એવોડ્ર્સમાં આઉટસ્ટેન્ડિંગ ટેલિવિઝન મુવી માટે નોમિનેશન મળ્યું છે. ઉપરાંત ‘ધ બ્લફ’માં તેના અભિનય બદલ પ્રિયંકાને ૨૦૨૬ ક્રિટિક્સ ચોઇસ સુપર એવોડ્ર્ઝમાં બેસ્ટ એક્ટ્રેસ ઇન એન એક્શન મુવી કેટેગરીમાં પણ નોમિનેશન મળ્યું છે.હવે તે એસ.એસ. રાજામૌલીની એક્શન-એડવેન્ચર ફિલ્મ ‘વારાણસી’માં જોવા મળશે, જે ૭ એપ્રિલ, ૨૦૨૭ના રોજ રિલીઝ થવાની છે.બ્લુફ્લાય ફિલ્મમાં એક દુઃખી સંયુક્ત રાષ્ટ્રની અનુવાદકને એવા રહસ્યમય વિમાનને શોધવાના ગુપ્ત મિશનમાં સામેલ થવું પડે છે, જેનું સત્તાવાર રીતે કોઈ અસ્તિત્વ જ નથી.મિલેશિયાના કબજાવાળા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન્સ ટીમ સાથેની આ સફર દરમિયાન એક પછી એક ચોંકાવનારા રહસ્યો સામે આવે છે અને આખરે ખુલાસો થાય છે કે આ વિમાનને ક્યારેય પાછું લાવવા માટે બનાવવામાં જ આવ્યું નહોતું.ફિલ્મનું નિર્માણ માઇકલ જેફરસન, ડેવિડ ફ્રિગેરિયો, ડેબોરા ગ્લોવર, એરિયાને ફ્રેઝર, ડેલ્ફિન પેરિયર અને વેનેસા યાઓ ગુઓ કરી રહ્યા છે. હાઇલેન્ડ ફિલ્મ ગ્રુપ ફિલ્મના વૈશ્વિક વિતરણ અધિકારો સંભાળશે અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આંતરરાષ્ટ્રીય ખરીદદારો સમક્ષ ફિલ્મ રજૂ કરશે.ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે શરૂ થવાની સંભાવના છે.દિગ્દર્શક નિમરોડ એન્ટલે કહ્યું કે, ‘બ્લુફ્લાય’ એક પાત્રકેન્દ્રિત અને ગંભીર થ્રિલર છે, જે સાયન્સ-ફિક્શનના અનોખા આધાર પર રચાઈ છે અને આવી ફિલ્મ બનાવવાની તક મળવી તેમના માટે અત્યંત રોમાંચક છે.પ્રિયંકા ચોપરા જોનાસ અભિનય, નિર્માણ અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ વચ્ચે સંતુલન જાળવીને વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ‘બ્લુફ્લાય’ તેની હોલીવૂડ કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થવાની અપેક્ષા છે.

