૨૦૨૪માં આવેલી પ્રશાંત વર્માની હીટ ફિલ્મ ‘હનુ-માન’ની સિક્વલમાં ઋષભ શેટ્ટી હનુમાનની ભૂમિકા ભજવી રહ્યો છે
Mumbai, તા.૧૨
વામિકા ગબ્બીને સાઉથની મોટી ફિલ્મ ‘જય હનુમાન’ માટે સાઇન કરવામાં આવી છે. ઋષભ શેટ્ટી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. વામિકાની કારકિર્દીની આ બહુ મોટી ફિલ્મ બની શકે છે.૨૦૨૪માં આવેલી પ્રશાંત વર્માની હીટ ફિલ્મ ‘હનુ-માન’ની સિક્વલમાં ઋષભ શેટ્ટી હનુમાનની ભૂમિકા ભજવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે વામિકા ગબ્બીની રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ‘પ્રહાર’ સપ્ટેમ્બરમાં રિલિઝ થઇ રહી છે.તાજેતરમાં રિલિઝ થયેલી તમિલ ફિલ્મ ‘ડીસીઃ ધ બ્લડી વેલેન્ટાઇન’માં પણ તેની ચન્દ્રા તરીકેની ભૂમિકા વખણાઇ હતી. જોકે, બોલિવુડ વર્તુળોમાં ચર્ચા છે કે તૃપ્તિ ડિમરીની સમકાલીન અને તેના જેટલી જ પ્રતિભાશાળી વામિકાની કારકિર્દી હજુ સુધી જોઈએ તેવી ઊંચકાઈ નથી. તેણે કારકિર્દીની શરુઆતમાં ફિલ્મો સિલેક્ટ કરવામાં થાપ ખાધી છે.

