New Delhi,તા.13
પાટનગર દિલ્હીમાં નવે- 2026માં લાલકિલ્લા પર બોમ્બ ધડાકા થયા હતા તેમાં આતંકી સંગઠન અલ-કાયદા ઈન ધ ઈન્ડીયન સબકોન્ટીનેટ (એકયુઆઈએલ) ની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેના રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદની એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે. જેના રિપોર્ટ મુજબ અલકાયદા હવે એક વિખરાયેલા સંગઠનના બદલે ફેલાયેલું સંગઠન બની ગયુ છે.
અફઘાનીસ્તાનમાં આ સંગઠનની મૌજૂદગી હવે તે છેક બાંગ્લાદેશ સુધી ફેલાઈ ગયુ છે જે કાબુલની દોરવણી હેઠળ કામ કરે છે. નવે.2025માં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં એક તબીબ ઉમર-ઉન-નબી એ આત્મઘાતી હુમલાથી વિસ્ફોટ સર્જયા હતા અને લાલકિલ્લા પાસે એક સિગ્નલ પાસે કાર રોકીને પછી વિસ્ફોટ કરતા 11 લોકો માર્યા ગયા હતા.
સલામતી સમીતીના અર્ધવાર્ષિક રિપોર્ટમાં આ જૂથ લાંબા સમયથી રાસાયણીક- વિસ્ફોટક તથા જૈવિક હથિયારા બનાવવામાં વ્યસ્ત છે અને તેઓ શિક્ષિત લોકો નેટવર્કમાં જોડાયા છે. હાલ આ સંદર્ભમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી તમામ કરી રહી છે તથા 10 લોકો પર ચાર્જશીટ મુકયા છે.
આ વિસ્ફોટમાં છેક જમ્મુ-કાશ્મીરથી ઉતરપ્રદેશ સુધીનું નેટવર્ક બહાર આવ્યુ હતું અને ખાસ કરીને મેડીકલ પ્રોફેશનલની સંડોવણી હતી જેમાં લેબ પ્રયોગના નામે વિસ્ફોટકો બનાવતા હતા. જેમાં દરોડા પાડી હરિયાણા તથા યુપીમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.

