૬ માસના લગ્નજીવનમાં જીવન ટૂંકાવતા પરિવારમાં અરેરાટી ,આપઘાતનું કારણ અકબંધ
Rajkot તા.૨૮ઃ
શહેરના આજીડેમમાં નવોઢાનો મૃતદેહ મળતા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને ફાયર બિગેડ ની મદદથી બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છ માસના લગ્ન જીવન માં આપઘાત કરી પરિવારમાં ગમગીની છવાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને લોકો નાની નાની બાબતે અમૂલ્ય જીવનને મોતના ખપ્પર હોમી રહ્યા છે ત્યારે આજીડેમ ચોકડી નજીક આજી જીઆઇડીસી પાસે ઝુપડપટ્ટી રહેતી સંગીતાબેન કિશનભાઇ કારોડિયા ઉંમર વર્ષ ૧૮ વર્ષીય નવોઢાએ ગઈ કાલે બપોરે ૨ વાગે તેમના પતિને રવિવારીમાં જવાનું કહી નીકળી હતી બાદ પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી જેના સંગીતબેનનો મૃતદેહ આજે આજીડેમ માંથી સંગીતાબેનનો મૃતદેહ મળી આવતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનું ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે મૃતકના ૬ માસના લગ્ન જીવન માં પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી હતી અને બે બેન એક ભાઈ માં વચેટના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તેજપાલસિંહ વધુ તપાસ હાથ ધરી છે

