જુનાગઢના ગેરેજ સંચાલક સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે નડયો અકસ્માત
Rajkot તા.૨૮ઃ
વંથલી નજીક બાઇક સ્લીપ થતા જૂનાગઢના ઓમનગરના આધેડને તાત્કાલિક સારવાર અર્થે જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા આધેડે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા વંથલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક સોમનાથથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢના કલીપુર રોડ પર ઓમ નગરમાં રહેતા પ્રદીપ કુમાર અમૃતલાલ વાઘેલા ઉંમર વર્ષ ૪૩ વર્ષીય આધેડ ગત તા ૨૦ ના સોમનાથ મંદિરના દર્શન કરી પરત ફરતી વેળાએ રોજ રાત્રે ૧૧૦૦ વાગ્યા આસપાસ વંથલી નજીક બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આજે તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા વંથલી પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક સોમનાથ મંદિરના દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો મૃતક અપરણિત અને વાહનનું બોડી કામ કરતા અને ત્રણ ભાઈ બે બેનમાં વચ્ચેના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી આ અંગે વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

