Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત

    May 4, 2026

    દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક

    May 4, 2026

    ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ રદ થશે? IPLની વર્તમાન સિઝન પૂર્ણ થયા બાદ સમીક્ષા

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત
    • દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક
    • ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ રદ થશે? IPLની વર્તમાન સિઝન પૂર્ણ થયા બાદ સમીક્ષા
    • Sunil Narine ની IPL માં 200 વિકેટ : પ્રથમ વિદેશી બોલર
    • સૂર્યકુમાર ખૂદ ખરાબ ફોર્મથી નિરાશ છે : બૂમરાહને સાથી બોલરોના સપોર્ટની જરૂર :Jayawardene
    • ચોક્કા-છગ્ગા હવે નોર્મલ : IPL માં એક સરખી પેટર્નથી દર્શકો કંટાળવાનું જોખમ
    • Akshay Kumar તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર
    • Tara Sutaria હવે આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ચીનની Snatching Net Technology: વિશ્વ માટે ખતરો કેમ?
    આંતરરાષ્ટ્રીય

    ચીનની Snatching Net Technology: વિશ્વ માટે ખતરો કેમ?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 13, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    China,તા.13

    ચીનની સેટેલાઇટ સ્નેચિંગ નેટ ટેકનોલોજીનો ઉપયોગ તેઓ મિલિટરી માટે કરી શકતા હોવાથી દુનિયાભરમાં એ ચિંતાનો વિષય બન્યો છે. ચીનના એરોસ્પેસ એન્જિનિયર્સ દ્વારા એક કોમ્પેક્ટ સેટેલાઇટ સ્નેચિંગ નેટ ટેકનોલોજી બનાવી છે. આ ટેકનોલોજીમાં ગનપાવડરનો ઉપયોગ થાય છે. એની મદદથી સ્પેસમાં રહેલા ડેબ્રિસને પોતાની તરફ ખેંચીને પકડી શકાય છે. આ ટેકનોલોજીને કારણે દરેક દેશ ચિંતામાં છે કે ચીન દ્વારા આ ટેકનોલોજી કેમ બનાવવામાં આવી. આ ટેકનોલોજી બનાવનાર એન્જિનિયર્સ કહી રહ્યાં છે કે સેટેલાઇટનો કચરો અને રોકેટના નાના-નાના ટૂકડા સ્પેસમાં ન છૂટી જાય અને કચરો ન થાય એ માટે બનાવવામાં આવી છે. જોકે એક્સપર્ટ કહી રહ્યાં છે કે ચીનની આ સેટેલાઇટ સ્નેચિંગ નેટનો ઉપયોગ મિલિટરી ઓપરેશન માટે પણ કરવામાં આવી શકે છે.

    દુનિયામાં અત્યાર સુધી જેટલાં પણ અંતરિક્ષને સાફ કરવાના ટૂલ છે એના કરતાં ચીન દ્વારા એકદમ અલગ ટૂલ બનાવવામાં આવ્યું છે. આ ટેકનોલોજી કોઈ પણ પ્રકારના અવાજ વગર કામ કરે છે. એમાં ગનપાવડરનો ઉપયોગ કરીને એક કેપ્સુલ છોડવામાં આવે છે જેમાં નેટ હોય છે. આ નેટમાં એ ટૂકડો પકડાઈ જાય છે. ગનપાવડર વડે જે ચાર્જ કરવામાં આવ્યો હોય છે એ એટલું સારી રીતે કામ કરે છે કે એનો અવાજ પણ નથી આવતો અને વાઇબ્રેશન પણ નથી થતું. આથી સેટેલાઇટ અથવા તો રોકેટ જે જગ્યા પર હોય છે ત્યાંથી હલતું પણ નથી. આથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એના પર કોઈની પણ નજર નથી જતી. આ ટેકનોલોજી ખૂબ જ અદ્ભુત છે અને કોઈને ખબર પડ્યા વગર પોતાનું કામ કરી લેતી હોવાથી દુનિયાભરના દેશોમાં ડિફેન્સ સિસ્ટમને લઈને ખૂબ જ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

    આ ટેકનોલોજીને લઈને ઘણાં દેશ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. જોકે તેમને ડર આ ટેકનોલોજી કરતાં એને કેમ બનાવવામાં આવી એ હેતુને લઈને છે. આ સ્નેચિંગ નેટને સેટેલાઇટમાંથી ખૂબ જ સરળતાથી અલગ પણ કરી શકાય છે. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે દુશ્મન દેશની સેટેલાઇટ અથવા તો તેમની કોઈ પણ સંપત્તિનો નાશ કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. સ્પેસ સાફ કરવાની આડમાં એનો ખોટી રીતે પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. તેમ જ ત્યાર બાદ માફી પણ માંગી શકે છે કે સ્પેસનો કચરો સમજી લેવામાં આવ્યો હતો અને ભૂલમાં આ નેટ દ્વારા અટેક કરવામાં આવ્યો હતો. દુનિયાભરના દેશ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને સર્વેલન્સ માટે સેટેલાઇટ પર નિર્ભર રહે છે. આથી કોઈને પણ ખબર પડ્યા વગર સેટેલાઇટના જ કોઈ પાર્ટ્સને નુકસાન પણ પહોંચાડી શકાય છે. આથી સ્પેસમાં હવે કોની પાસે વધુ શક્તિ છે એના પર તમામ વસ્તુ નિર્ભર છે.

    આ ટેકનોલોજી એક મશીન છે, પરંતુ એનો ખોટી રીતે ઉપયોગ સીધો માનવજાત પર અસર પાડી શકે છે. ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમથી લઈને ઇન્ટરનેટ અને અન્ય તમામ બાબતો પર હવે માનવી સેટેલાઇટ પર નિર્ભર છે. જો આ દ્વારા સેટેલાઇટને નુકસાન પહોંચાડવામાં આવ્યું તો એની સીધી અસર માનવજાત પર પડશે અને એ આપણી ધારણા બહારનું હશે. વેધર સેટેલાઇટને બંધ કરી દેવામાં આવે તો વધુ વરસાદ અને તોફાનની આગાહી નહીં મળી શકે. GPS સિસ્ટમને નુકસાન પહોંચાડવામાં આવે તો એવિએશન સેફ્ટીથી લઈને ઇમરજન્સી સર્વિસ અને મેપ્સનો ઉપયોગ કરતી દરેક સર્વિસ પર અસર પડી શકે છે.

    મિલિટરી એટલે કે સૈનિક, ફાઇટર જેટ, બંદૂક, જહાજ, ડ્રોન અને ટેન્ક વગેરેનો સમાવેશ થાય છે. જોકે હવે એમાં સ્પેસમાં સ્નેચિંગ નેટને એક હથિયાર બનાવવામાં આવે તો લડાઈ હવે ફક્ત જમીન, પાણી અને આકાશમાં નહીં, પરંતુ અંતરિક્ષમાં પણ જોવા મળી શકે છે. આથી અંતરિક્ષની લડાઈ માટે હજી સુધી કોઈ દેશ તૈયાર નથી, પરંતુ ચીન એમાં આગળ નીકળી ગયું તો તે સૌ પર ભારી પડી શકે છે.

    ઇન્ટરનેશનલ સ્પેસના પણ કેટલાક કાયદા-કાનૂન છે. જોકે એમાં આ પ્રકારની કોઈ પણ જોગવાઈ નથી. 1967માં આઉટર સ્પેસ ટ્રીટી હેઠળ માનવજાતને નુકસાન કરી શકે એવા એક પણ હથિયાર સ્પેસમાં બનાવવામાં અથવા તો લઈ જવામાં અથવા તો રાખવામાં નહીં આવે. જોકે સાઇલન્ટ નેટ આધારિત કેપ્ચર ડિવાઇસ વિશે કોઈ જોગવાઈ નથી. આથી ચીન દ્વારા આ કાયદાકાનૂનમાં લૂપહોલ શોધી ટેકનોલોજી બનાવવામાં આવી રહી છે. ચીન સતત તેમના રોકેટ અને સેટેલાઇટને આ ડિવાઇસની સાથે લોન્ચ કરી રહી છે. અન્ય દેશ પાસે બે વિકલ્પ છે: આ વિશે ચૂપ રહેવામાં આવે અથવા તો એ સામે અવાજ ઉઠાવવામાં આવે અને સ્પેસના કાયદામાં બદલાવ કરવામાં આવે.

    Snatching Net Technology
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Australian Airport ગુજરાતીની બેગમાંથી તમાકુનો જથ્થો નિકળ્યો

    May 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Middle Eastમાં War અને NATO મુદ્દે… America અને Europe વચ્ચે તિરાડ

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Britainના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક Mexico Cityના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    વૈશ્વિક સમીકરણોમાં બદલાવ: Americaના સાથીદાર Japanએ Russiaનું Crude ખરીદ્યું

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં વધુ એક વિમાન દુર્ઘટના: પાંચ ખેલાડીના મોત

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત

    May 4, 2026

    દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક

    May 4, 2026

    ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ રદ થશે? IPLની વર્તમાન સિઝન પૂર્ણ થયા બાદ સમીક્ષા

    May 4, 2026

    Sunil Narine ની IPL માં 200 વિકેટ : પ્રથમ વિદેશી બોલર

    May 4, 2026

    સૂર્યકુમાર ખૂદ ખરાબ ફોર્મથી નિરાશ છે : બૂમરાહને સાથી બોલરોના સપોર્ટની જરૂર :Jayawardene

    May 4, 2026

    ચોક્કા-છગ્ગા હવે નોર્મલ : IPL માં એક સરખી પેટર્નથી દર્શકો કંટાળવાનું જોખમ

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત

    May 4, 2026

    દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક

    May 4, 2026

    ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ રદ થશે? IPLની વર્તમાન સિઝન પૂર્ણ થયા બાદ સમીક્ષા

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.