Mumbai, તા. 14
આઈપીએલ-2026માં મુંબઈ ઈન્ડિયાની કપ્તાની કરનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી સીઝનમાં નવી ટીમ માટે રમતા જોવા મળી શકે છે. પાછલી સીઝનમાં મુંબઈનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
રિપોર્ટ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હવે હાર્દિકને ટ્રેડ કરવા માટે તૈયાર થઈ ગઈ છે અને આ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે વાતચીત ચાલી રહી છે.
ટાઈટન્સ સાથે કપ્તાની પર વાત બગડી
હાર્દિક માટે પહેલાં ગુજરાત ટાઈટન્સ સાથે વાત ચાલી રહી હતી, પરંતુ વાત કપ્તાની પર બગડી ગઈ. ગુજરાતની કપ્તાની શુભમન ગિલ પાસે છે જ્યારે હાર્દિક કેપ્ટન તરીકે વાપસી ઈચ્છતા હતા. એવામાં ફ્રેન્ચાઈઝી સાથે સહમતિ બની શકી નહીં.

