Mumbai,તા.14
ફિરોઝ નડિયાદવાલાની આગામી ફિલ્મ બાળકો માટેની ઝોમ્બી કોમેડી હશે. આ ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ છે અને મહત્વની ભૂમિકાઓ માટે હાલ નાના પાટેકર અને અનિલ કપૂર સાથે વાતચીત ચાલી રહી છે.
વેલકમ યુનિવર્સના બે પાત્રો ઉદય અને મજનુને કેન્દ્રમાં રાખી આ ફિલ્મ બનાવવામાં આવશે. ફિલ્મના નિર્દેશક તરીકે અહમદખાનની પસંદગી કરવામાં આવી છે. હાલ આ ફિલ્મ લખાઇ રહી છે. ૨૦૨૭ની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. નાના પાટેકર અને અનિલ કપૂર જો ફિલ્મમાં કામ કરવા રાજી થશે તો તેઓ ઉદય અને મજનુના પાત્રો ભજવશે. પણ આ બંને નવા જમાનાના ઉદય મજનુ હશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

