New Delhi,તા.૧૭
ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ વચ્ચે, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેઓ આંદોલનકારી વિદ્યાર્થીઓની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરે અને તેમની બાકી રહેલી ચિંતાઓને દૂર કરવા માટે તેમની સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરે. તેમણે કહ્યું કે યુવાનોનો અવાજ સાંભળવો જોઈએ, અને સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
મુખ્યમંત્રી હેમંત સોરેનને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી માને છે કે બંધારણ દ્વારા ગેરંટી આપવામાં આવેલ શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર લોકશાહીના મુખ્ય આધારસ્તંભોમાંનો એક છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક મહિનાઓથી પેપર લીક અને શિક્ષણ પ્રણાલીમાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમર્થન આપે છે. રાહુલ ગાંધીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે ભારતીય શિક્ષણ પ્રણાલી ઇજીજી અને મ્ત્નઁ દ્વારા કબજે કરવામાં આવી છે અને તેને વિદ્યાર્થીઓના શોષણ અને દમનના માધ્યમમાં ફેરવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે શિક્ષણ પ્રણાલી હવે એક દાયકા પહેલા જેવી મજબૂત જ્ઞાન પ્રણાલી રહી નથી.
રાહુલ ગાંધીએ પત્રમાં જણાવ્યું હતું કે ઝારખંડમાં વિદ્યાર્થીઓ રાજ્યની ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહ્યા છે. તેમનો વિરોધ શાંતિપૂર્ણ છે અને તેમની માંગણીઓ કાયદેસર છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત શરૂ કરવા બદલ ઝારખંડ સરકારની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રચાયેલી સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે અને તેમની ઘણી માંગણીઓ પર કરાર થયો છે. જો કે, આંદોલન ચાલુ છે, અને કેટલાક વિદ્યાર્થીઓ અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર છે.
રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી હેમંત સોરેનને વિરોધ કરી રહેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે વ્યક્તિગત રીતે મળવા વિનંતી કરી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની વ્યક્તિગત મુલાકાત વિદ્યાર્થીઓની બાકી રહેલી ચિંતાઓને દૂર કરવામાં અને સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે ભારતના યુવાનો દેશનું ભવિષ્ય છે. આવા સંકટના સમયમાં એકતા દર્શાવવી અને તેમને ટેકો આપવો મહત્વપૂર્ણ છે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રીને વિદ્યાર્થીઓની વાત સાંભળવા અને સમગ્ર મુદ્દાના ઉકેલ માટે યોગ્ય પગલાં લેવા અપીલ કરી.
રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ૨૦ દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે. ૧૬ ઓગસ્ટના રોજ, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી હેમંત સોરેન, રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના પુતળા દહન કર્યા. ત્યારબાદ, ઝારખંડ સરકારે ફરી એકવાર વિદ્યાર્થીઓને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.
સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે પહેલાથી જ અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ૧૭ ઓગસ્ટની બેઠક આંદોલનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સરકારે ૧૭ ઓગસ્ટે બપોરે ૨ વાગ્યે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું છે. સબ-ડિવિઝનલ ઓફિસર અને એડીએમ કાયદો અને વ્યવસ્થાએ વિદ્યાર્થીઓને આ સરકારી પ્રસ્તાવની જાણ કરી છે. હવે બધાની નજર સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની આ બેઠકના પરિણામ પર છે.

