Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા

    August 21, 2026

    Gandhinagar: ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ

    August 21, 2026

    Gujarat માં દારૂબંધી માત્ર કાગળ પર: 3 વર્ષમાં 48 હજારથી વધુ ફરિયાદો છતાં બુટલેગરો બેખોફ!

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા
    • Gandhinagar: ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ
    • Gujarat માં દારૂબંધી માત્ર કાગળ પર: 3 વર્ષમાં 48 હજારથી વધુ ફરિયાદો છતાં બુટલેગરો બેખોફ!
    • Bhavnagar લઠ્ઠાકાંડ: નકલી વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ દિલ્હીથી વાયા સરખેજ આવ્યું હોવાનો ખુલાસો
    • ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર
    • પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા
    • PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi
    • ૧૦ વર્ષ પછી ભારત વિદેશી Sugar નો વપરાશ કરશે, ૧૦ લાખ ટન આયાત કરવાની તૈયારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં દારૂબંધી માત્ર કાગળ પર: 3 વર્ષમાં 48 હજારથી વધુ ફરિયાદો છતાં બુટલેગરો બેખોફ!
    ગુજરાત

    Gujarat માં દારૂબંધી માત્ર કાગળ પર: 3 વર્ષમાં 48 હજારથી વધુ ફરિયાદો છતાં બુટલેગરો બેખોફ!

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૧

    ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ અમલી હોય તેવો ચોંકાવનારો ખુલાસો ગૃહવિભાગના સત્તાવાર આંકડા પરથી થયો છે. રાજ્યને નશામુક્ત બનાવવા માટે જનતાએ જાગૃતિ દાખવીને દારૂના અડ્ડાઓ અને બુટલેગરો વિરુદ્ધ પોલીસ તંત્રને 48 હજારથી વધુ ફરિયાદો કરી છે. જોકે, આટલી મોટી સંખ્યામાં ફરિયાદો મળવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કાયદાના રક્ષકો જ હવે બુટલેગરોના રક્ષક બની બેઠા હોય તેવી સ્થિતિ સર્જાતાં દારૂબંધીનો કાયદો મજાકરૂપ બની ગયો છે.ગૃહવિભાગના આંકડા અનુસાર, છેલ્લા 3 વર્ષમાં દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબાર વિરુદ્ધ કુલ 48,387 ફરિયાદો નોંધાઈ છે. આ હિસાબે દર મહિને સરેરાશ 1500થી વધુ નાગરિકો પોલીસને દારૂના અડ્ડાઓની માહિતી આપી રહ્યા છે. પ્રજા પોતાની નાગરિક ફરજ નિભાવી રહી છે, પરંતુ પોલીસ તંત્ર બુટલેગરો સામે આંખ આડા કાન કરી રહ્યું છે. નાગરિકો દ્વારા પોલીસ કમિશનર અને જિલ્લા ડીએસપી કચેરીઓ સુધી લેખિત તેમજ મૌખિક ફરિયાદો પહોંચાડવામાં આવે છે, છતાં પરિણામ શૂન્ય રહે છે.

    ગૃહવિભાગે નાગરિકો તરફથી ફરિયાદો મળી હોવાનો સ્વીકાર કર્યો છે, પરંતુ આ ફરિયાદોના આધારે બુટલેગરો સામે શું ગુના દાખલ કરાયા કે કેટલા દારૂના અડ્ડા બંધ કરાવવામાં આવ્યા, તેનો કોઈ ફોડ પાડ્યો નથી. ગૃહવિભાગના આ મૌનને કારણે પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

    સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યાં સુધી પોલીસ અને બુટલેગરો વચ્ચે ચાલતી ‘હપ્તા પ્રથા’ બંધ નહીં થાય, ત્યાં સુધી ગુજરાતમાંથી દારૂનું દૂષણ નાબૂદ થઈ શકે તેમ નથી. સામાન્ય જનતા હિંમત કરીને દારૂના અડ્ડાઓની માહિતી આપે છે, ત્યારે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે ખુદ પોલીસ જ બુટલેગરોને બાતમી આપી દેતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદ અને સુરત જ નહીં, પરંતુ ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી જ્યાં દારૂના અડ્ડાઓ અંગે ફરિયાદો ન થઈ હોય.

    બોટાદ લઠ્ઠાકાંડના પીડિતોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માંગ કરી હતી કે બોટાદ લઠ્ઠાકાંડના આરોપીઓને શું સજા થઈ તેનો ગૃહવિભાગ સ્પષ્ટ જવાબ આપે. જો સરકાર લઠ્ઠાકાંડ મુદ્દે ખરેખર ગંભીર હોય, તો જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની અપ્રમાણસર મિલકતોની તપાસ કરાવવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે કમલમ સુધી હપ્તા પહોંચતા હોવાથી પોલીસ લોકોને મરવા માટે છોડી દે છે. દારૂના કારણે હજારો મહિલાઓ વિધવા થઈ રહી હોવા છતાં ગુજરાતમાં દારૂનું વેચાણ કેમ બંધ થતું નથી, તે આજે સમગ્ર રાજ્યની જનતાને મુંજવતો મુખ્ય પ્રશ્ન બન્યો છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBhavnagar લઠ્ઠાકાંડ: નકલી વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ દિલ્હીથી વાયા સરખેજ આવ્યું હોવાનો ખુલાસો
    Next Article Gandhinagar: ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા

    August 21, 2026
    ગુજરાત

    Gandhinagar: ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ

    August 21, 2026
    અમદાવાદ

    રાજ્યમાં ભાજપ સરકારની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે,Amit Chavda

    August 20, 2026
    સુરત

    Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા

    August 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: કલોલમાં હિંડોળા ઉત્સવની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ, કાર ફરી વળતાં ૫ વર્ષની બાળકીનું કરુણ મોત

    August 20, 2026
    ગુજરાત

    ગાંભોઈમાં સગીરાની છેડતીના મામલે ઘરે પથ્થરમારો, પોલીસ ફરિયાદ કરવા પરિવાર પહોંચ્યો ત્યાં ટોળાએ હુમલો કર્યો

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,180
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,670
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹247,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 14:10
    Categories
    Latest News

    Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા

    August 21, 2026

    Gandhinagar: ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ

    August 21, 2026

    Bhavnagar લઠ્ઠાકાંડ: નકલી વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ દિલ્હીથી વાયા સરખેજ આવ્યું હોવાનો ખુલાસો

    August 21, 2026

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026
    Search
    Main News

    Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા

    August 21, 2026

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026

    ૧૦ વર્ષ પછી ભારત વિદેશી Sugar નો વપરાશ કરશે, ૧૦ લાખ ટન આયાત કરવાની તૈયારી

    August 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરેરાશ 75 ટકા વરસાદ છતાં 10 જિલ્લા કોરાધાકોર, દ્વારકામાં સૌથી વધુ ચિંતા

    August 21, 2026

    Gandhinagar: ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ

    August 21, 2026

    Bhavnagar લઠ્ઠાકાંડ: નકલી વિદેશી દારૂ બનાવવાનું કેમિકલ દિલ્હીથી વાયા સરખેજ આવ્યું હોવાનો ખુલાસો

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.