New Delhi,તા.૨૧
કેન્દ્રશાસીત બનેલા લેહ-લદાખને હવે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની બેન્ચનો લાભ મળશે જે દેશમાં સૌથી ઉંચે સ્થળે બનનારી હાઈકોર્ટ બેન્ચ હશે. કેન્દ્ર સરકારે આ માટે મંજુરી આપી દીધી છે,
જે અંગે જાણકારી આપતા ગૃહમંત્રી અમીત શાહે એક સોશ્યલ મીડીયા પોસ્ટમાં લખ્યું કે કેન્દ્રીય કેબીનેટે આ મંજુરી આપી છે. શ્રી શાહે લખ્યું કે લેહ લદાખના સર્વાંગી વિકાસ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. લદાખમાં દુર દુરના ક્ષેત્રમાં વસતા લોકોને ઝડપી ન્યાય મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

