Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]
    • ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara
    • TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા
    • કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud
    • L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત
    • પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ
    • Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક
    • સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar શહેર-જિલ્લામાં જુગારના ૧૧ સ્થળે પોલીસના દરોડા, ૧૪ મહિલા સહિત ૭૧ પત્તાંપ્રેમીઓ ઝડપાયા
    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના ૧૧ સ્થળે પોલીસના દરોડા, ૧૪ મહિલા સહિત ૭૧ પત્તાંપ્રેમીઓ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2026Updated:September 5, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તીનપત્તીના જુગારના અડ્ડા પર ત્રાટકેલી પોલીસે રૂ.૨.૨૮ લાખની રોકડ અને ગંજીપાનાં કબજે કર્યાં; જુગારધારા હેઠળ અલગ-અલગ ગુના નોંધાયા

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૨

    જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કુલ ૧૧ સ્થળે દરોડા પાડી ૧૪ મહિલાઓ સહિત કુલ ૭૧ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના આ દરોડાઓ દરમિયાન કુલ રૂ.૨,૨૮,૬૧૦ની રોકડ રકમ તથા ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    જામજોધપુર પોલીસે રામવાડી-૨ની સીતાપુંજ સોસાયટીમાં જાહેર રસ્તાના ખૂણે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતી મમતાબેન ભુવા, અલ્કાબેન સાપરીયા, ચંદ્રીકાબેન ભાલોડીયા, ઇલાબેન કણસાગરા, અસ્મીતાબેન સાપરીયા, કીંજલબેન ખાંટ, અમીતાબેન સાપરીયા, મંજુલાબેન સીતાપરા, રેણુકાબેન પટેલ, મંજુબેન પટેલ અને નીર્મળાબેન પટેલ સહિત ૧૨ મહિલાઓને ઝડપી કાર્યવાહી કરી હતી.

    કાલાવડ ગ્રામ્ય પોલીસે મેટીયા ગામે રામમંદિર પાછળના ખંડેરમાં તીનપત્તીનો જુગાર રમતા ખરેડીના રહીમભાઈ બોદુભાઈ દલ, મેટીયાના દરશરથસિંહ કીરીટસિંહ જાડેજા, ખરેડીના ભગાભાઈ રાણાભાઈ કોઠિયા, નરેશભાઈ શીવાભાઈ બથવાર અને મેટીયાના કાનાભાઈ ધોધાભાઈ માટીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મળેલી રોકડ ઉપરાંત સ્થળ પરથી રૂ.૬૩૦ મળી કુલ રૂ.૧૧,૧૨૦ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા.

    લાલપુર પોલીસે નાંદુરી ગામના પાદરમાં દાવલશા પીરની દરગાહ પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ખીમાભાઈ પાલાભાઈ, ગોવાભાઈ કાનાભાઈ ગોજીયા અને મસરીભાઈ ખીમાણંદભાઈ ભારવાડીયાને ઝડપી લીધા હતા, જ્યારે હમીરભાઈ જેતાભાઈ કરંગીયાને નોટિસ આપવામાં આવી હતી. પોલીસે રૂ.૩,૬૮૦ રોકડા તથા ગંજીપાનાં કબજે કર્યા હતા.

    પંચકોશી એ ડિવિઝન પોલીસે ઠેબા ગામના ખારી વિસ્તારમાં તુલસીદાસસિંહના મકાનની બાજુમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જામનગરના સુનીલભાઈ ખીમદાસ સોલંકી, નાની ભલસાણ-બેરાજાના અમરદાસભાઈ શિવરામભાઈ પરમાર, સિક્કાના શબ્બીરભાઈ સલીમભાઈ સુભાણીયા, સિક્કાના દિપેશભાઈ ભરતભાઈ લોહાણા અને ઠેબાના જગદિશ ઉર્ફે લાલો ખેતાભાઈ વાઘેલાને ઝડપી લીધા હતા. ઉપરાંત સિક્કાની સરોજબા વિજયસિંહ જાડેજા અને કિજલબેન દિપેશભાઈ સહિત બે મહિલાઓ સામે નોટિસથી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળેથી રૂ.૩૩,૨૫૦ તથા ગંજીપાનાં કબજે કર્યા હતા.

    મેઘપર (પડાણા) પોલીસે ઝાખર ગામે તુલશી પાનની દુકાન પાસે સ્ટ્રીટલાઇટના અજવાળામાં તીનપત્તીનો જુગાર રમતા વીશાલભાઈ ખીમજીભાઈ પુરોહિત, હરપાલસિંહ ઉર્ફે કારીયો બળવંતસિંહ જાડેજા, લખુભાઈ હીરાભાઈ પરમાર, હરદેવસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા અને પ્રકાશગીરી કરશનગીરી મેઘનાથીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.૨૬,૪૦૦ તથા ગંજીપાનાં કબજે કરાયા હતા. જ્યારે અશોકસિંહ ભીખુભા ચુડાસમા અને સહદેવસિંહ ઉર્ફે સવુભા ગોહીલ નાસી છૂટતાં તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.

    દરમિયાન, સિટી-એ ડિવિઝન પોલીસે મંગલધામ સોસાયટી-૨, શેરી નં.૨માં સ્ટ્રીટલાઇટના અજવાળે દરોડો પાડી મહેશભાઈ ધીરુભાઈ ગંઢા, પ્રવીણભાઈ રામજીભાઈ ધૈયડા, કેશુભાઈ લાખાભાઈ રાણાવાયા, હિતેષભાઈ પ્રવીણભાઈ ધૈયડા, રાજેશભાઈ વાલજીભાઈ વાધેલા, મહેકરાજસિંહ ઉર્ફે મયંકરાજસિંહ મનોજસિંહ ભટ્ટી, સોમાભાઈ ડાયાભાઈ ચાવડા અને કાનજીભાઈ જેઠાભાઈ કંટાલિયા સહિત આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.૨૧,૬૦૦ તથા ગંજીપાનાં કબજે કર્યા હતા.

    સિટી-બી ડિવિઝન પોલીસે પુનીતનગરમાં આશાપુરા મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા વિજયસિંહ જશુભા ચાવડા, વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ધીરૂભા રાયજાદા અને રોહિત વોનોદભાઈ બાંભણિયાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.૧૦,૨૦૦ તથા ગંજીપાનાં કબજે કરાયા હતા. આ જ પોલીસ મથકની બીજી કાર્યવાહીમાં શ્યામ ગ્રીન ટાઉનશીપ, શેરી નં.૧ પાસે જાહેરમાં જુગાર રમતા ભાર્ગવભાઈ ભરતભાઈ જેઠવા, અજયભાઈ ભભુતગીરી ગોસ્વામી, જયદીપ મનહરગીરી ગોસાઈ, તેજસ જયેશભાઈ આશાવર, કમલેશગીરી મનહરગીરી ગોસાઈ, જયદીપ સુનીલભાઈ ચૌહાણ અને અજયભાઈ ગોવિંદભાઈ રાઠોડ સહિત સાત શખ્સો ઝડપાયા હતા. પોલીસે રૂ.૧૨,૫૩૦ તથા ગંજીપાનાં કબજે કર્યા હતા.

    સિટી-સી ડિવિઝન પોલીસે ગોકુલનગર પાણાખાણ, શેરી નં.૩માં સ્ટ્રીટલાઇટના અજવાળે દરોડો પાડી મુકેશભાઈ મગનભાઈ ઠાકોર, હિતેશભાઈ અમૃતભાઈ કુકવાયા, રાહુલભાઈ પિતઈલાલ રૈદાસ, રાહુલભાઈ નવીનભાઈ અઘેરા, રમેશભાઈ બચુભાઈ વરસડા અને ચેતનભાઈ શાંતિલાલ રાઠોડ સહિત છ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.૧૬,૨૦૦ તથા ગંજીપાનાં કબજે કરાયા હતા.

    પંચકોશી એ ડિવિઝન પોલીસે ઠેબા ગામે આઈ.ઓ.સી.એલ.ની પાછળ જયંતીભાઈ શામજીભાઈ કટેશિયાની વાડીના શેઢા પાસે દરોડો પાડી રવજીભાઈ મુળજીભાઈ કણજાર, અશોકભાઈ ડાયાલાલ નકુમ, મુકેશભાઈ લાલજીભાઈ પરમાર, હસમુખભાઈ રામજીભાઈ પરમાર, અમીતભાઈ કાનજીભાઈ પરમાર અને હિતેષભાઈ કિશોરભાઈ કટેશિયા સહિત છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી સૌથી વધુ રૂ.૭૦,૧૫૦ તથા ગંજીપાનાં કબજે કર્યા હતા.

    સિક્કા પોલીસે ભગવતી સોસાયટી-વૃંદાવન સોસાયટીની એટીએમવાળી શેરીમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા અજયસિંહ ગંભીરિસિંહ જાડેજા, મયુરસિંહ ભરતસિંહ ગોહિલ, મનજીભાઈ દેવજીભાઈ પડાયા, બાબુભાઈ લખુભાઈ પરમાર, કેતનભાઈ દિનેશભાઈ પરમાર, કીશન અમૃતભાઈ પરમાર, ચીરાગ નરેશભાઈ પરમાર અને જયદીપ ભરતભાઈ પુરબીયા સહિત આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.૨૨,૩૦૦ તથા ગંજીપાનાં કબજે કરી કાર્યવાહી કરી હતી.

    આમ, જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જુગારના કુલ ૧૧ સ્થળે પોલીસે દરોડા પાડી ૧૪ મહિલાઓ સહિત કુલ ૭૧ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ.૨,૨૮,૬૧૦ની રોકડ રકમ તથા ગંજીપાનાં કબજે કરી જુગારધારા હેઠળ અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article’વંદે માતરમ’ ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતાનો વિજય નારા હતો, ૨૦૪૭માં ’વિકસિત ભારત’ની ભવ્ય ઘોષણા પણ ’વંદે માતરમ’ હશે: Nitin Naveen
    Next Article Raja Bhaiya તેમની પત્ની ભાણવી સિંહને દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવશે, કોર્ટ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    જામનગર

    Jamnagar: નાઘેડીના દારૂના દરોડા પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ

    October 5, 2026
    જામનગર

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. ૨,૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026
    જામનગર

    Jamnagarમાં એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,930
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 13:39
    Categories
    Latest News

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ EDને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.