Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ
    • ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન
    • Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’
    • Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે
    • Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો
    • Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા
    • Surat: ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો
    • Surat: પાલ-હજીરા રોડ પર વગર વરસાદે ભુવો પડ્યો : તંત્રની બેદરકારી સામે સવાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.25

    અમદાવાદ શહેરના રસ્તાઓ પર અડધા કલાકની સામાન્ય મુસાફરી દરમિયાન જ કાળો ધુમાડો ઓકતાં 4 થી 5 વાહનો નજરે પડે છે. આ કાળા ધુમાડાના કારણે વિહિકલ પાછળ ચાલતા બાઇકચાલકોના શ્વાસમાં સીધો ઝેરી વાયુ જાય છે, જે શહેરીજનોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો કરી રહ્યો છે. ‘સ્મોકિંગ વાહનો’ અને કોર્પોરેશનના કચરો ઉપાડતાં વાહનો દ્વારા ઓકવામાં આવતા ધુમાડાને કારણે અમદાવાદનું વાર્ષિક PM10 સ્તર વર્ષ 2025-26માં વધીને 101 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું છે. રાષ્ટ્રીય ધોરણ મુજબ વાર્ષિક PM10 ની મર્યાદા 60 માઇક્રોગ્રામ હોવી જોઇએ, જેની સરખામણીએ અમદાવાદનું પ્રદૂષણ સ્તર 68 ટકા વધુ છે.વાહનોની સતત વધતી સંખ્યા વાયુ પ્રદૂષણની સમસ્યાને વધુ વિકટ બનાવી રહી છે. વર્ષ 2023ના આંકડા મુજબ સમગ્ર ગુજરાતના કુલ CO2 (કાર્બન ડાયોક્સાઇડ) ઉત્સર્જનમાં વાહનવ્યવહાર ક્ષેત્રનો હિસ્સો 13 ટકા હતો. જોકે, અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આ હિસ્સો વધીને ચોંકાવનારા 36 ટકા સુધી પહોંચી ગયો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં વાહનોમાંથી નીકળતો ધુમાડો માત્ર વાહનવ્યવહારની સમસ્યા નથી, પરંતુ તે કુલ કાર્બન ઉત્સર્જન વધારતું સૌથી મોટું પરિબળ બની ગયું છે.વાહનોના પ્રદૂષણ નિયંત્રણમાં થતી બેદરકારી અંગે CAG ના ઓડિટ રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર, ગુજરાતમાં 39.13 લાખ વાહનોના PUC સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયા હોવા છતાં તેઓ રસ્તા પર દોડી રહ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2009 થી 2019 વચ્ચે રજિસ્ટર્ડ થયેલા 69.29 લાખ વાહનોએ 2019 થી 2024 ના 5 વર્ષ દરમિયાન એક પણ વખત પોતાનું PUC રિન્યૂ કરાવવાની તસદી લીધી નહોતી.અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ફેલાવતાં વાહનો સામે કાર્યવાહી કરવા માટે 110 જંક્શનો પર 1,079 સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવીને ઈ-ચલાણ ઇશ્યૂ કરવાની યોજના બનાવવામાં આવી હતી. જોકે, આ કેમેરા આધારિત સિસ્ટમની વાસ્તવિક અસર ધુમાડાબંધ વાહનોને રોકવામાં ખાસ દેખાતી નથી. કાગળ પર મોટી મોટી યોજનાઓ અને દાવાઓ હોવા છતાં, કડક ચેકિંગ અને દંડના અભાવે કાયદાનો અમલ માત્ર ચોપડા પર જ સીમિત રહી ગયો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ગુજરાતમાં 8 થી 9 જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી નક્કી,હાઈકમાન્ડ ખફા, સંગઠન સર્જન અભિયાન ફ્લોપ
    Next Article Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026
    અમદાવાદ

    AMCનો મહત્ત્વનો નિર્ણય,નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,400
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,970
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 14:51
    Categories
    Latest News

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026

    Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે

    August 25, 2026

    Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો

    August 25, 2026

    Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા

    August 25, 2026
    Search
    Main News

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026

    Ahmedabad:રક્ષાબંધન પર મહિલાઓ-બાળકો માટે AMTSમાં મફત મુસાફરીની સુવિધા

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.