ધ્રાંગધ્રા ડિવિઝન તથા તેના હેઠળના પોલીસ સ્ટેશનોની મુલાકાત અને કામગીરીની સમીક્ષા
(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૨૬
આજરોજ ધ્રાંગધ્રા ડિવિઝન તથા તેના હેઠળના પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થા, ગુના નિવારણ તથા પ્રજાલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.મુલાકાત દરમિયાન સ્થાનિક અરજદારોની રજૂઆતો સાંભળી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ગુના નિવારણ અને પોલીસ કામગીરી વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.ઉત્કૃષ્ટ તથા સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.

